Western Times News

Gujarati News

અર્ણબ ગોસ્વામી નોટીસની વિરૂધ્ધ સુપ્રીમમાં: ૬ નવેમ્બરે સુનાવણી

નવીદિલ્હી, મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા વિશેષાધિકાર નોટીસની વિરૂધ્ધ અર્ણવ ગોસ્વામીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ ફકત કારણ બતાવો નોટીસ છે અને હજુ સુધી વિશેષાધિકાર પ્રસ્તાવ થયો નથી સુપ્રીમે અર્ણબ ગોસ્વામીને સોગંદનામુ દાખલ કરવા માટે કહ્યું છે આ સાથે કોર્ટે કહ્યું છે કે તે છ નવેમ્બરે મામલાની સુનાવણી કરશે
અર્ણબના વકીલે અદાલતને કહ્યું કે તેમના અસીલને સમિતિની સામે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સીજેઆઇ એસ એ બોબડેએ કહ્યું કે જાે વિશેષાધિકાર સમિતિથી કંઇ પણ છે અમે તેના પર ધ્યાન રાખીશું હજુ સુધી એક વિશેષાધિકાર પ્રસ્તાવ આવ્યો નથી આ ફકત બતાવવા માટે કહેવામાં આવ્યું કારણ બતાવો નોટીસની જેમ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.