અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર રચનાર વધુ એક આરોપીની ધરપકડ
અમદાવાદ, આંતરરાષ્ટ્રીય કોલને લોકલ કોલમાં બદલી ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ઈરાદે કામ કરતી ટોળકીને ગુજરાત એટીએસએ પકડી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. આ કેસમાં વધુ એક આરોપીને એટીએસ દ્વારા ગોવામાંથી પકડી લેવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી સોહેલ સૈયદ મૂળ ગોવાના મડગાંવનો રહેવાસી છે જેને પકડી લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૧માં ઓક્ટોબરમાં ગેરકાયદેસર વીપો એકસપ્રેસ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી મો. શાહીદ સૈયદ નામના શખ્સની ધરપકડ કરી હતી. જે સીમબોક્સ આધારીત ગેરકાયદેસર વીપો એકસપ્રેસ ચલાવતો હતો. સીમબોક્સના ઉપયોગ કરી ગેરકાયદેસર ટેલીફોન એક્ષચેન્જ ધંધો કરતો. આ કેસમાં અત્યાર સુધી તપાસ કરતા ૬ આરોપીઓ પકડી પકડાઈ ચુક્યા હતા. જ્યારે ૨ આરોપીઓ વોન્ટેડ હતા.
જેને પગલે ચોક્કસ હકીકતના આધારે ગુજરાત એટીએસ ટીમે મોહમદ સોહેલ સૈયદને ગોવા ખાતેથી પકડી લીધો. મહત્વનું છે કે પકડાયેલ આરોપી ૨૦૧૮થી આ ગુનાના મુખ્ય આરોપી નજીબના સંપર્કમાં હતો. માર્ચ-૨૦૨૦થી અમદાવાદથી પકડાયેલ આરોપી સાહીદ લીયાકત અલી સૈયદના સાથે મળી સીમબોક્સના ઉપયોગ કરી ગેરકાયદેસર ટેલીફોન એક્ષચેન્જ ધંધો કરતો હતો. જાેકે આ કેસમાં હજી પણ એક આરોપી નજીબ ફરાર છે જેને પકડવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.HS