Western Times News

Gujarati News

અર્થતંત્ર પ્રગતિશીલ બનતાં IFSCમાં ડિમાન્ડ આવશે

અમદાવાદ, ભારતનાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (આઇએફએસસી) ગુજરાત ઇન્ટરનેશનલ ફિન-ટેક સિટી (ગિફ્‌ટ સિટી)એ ઓનશોરિંગ ધ ઓફશોર ઇન ગિફ્‌ટ આઇએફએસસી વિષય પર મહત્વના સેમિનારનું આયોજન કર્યું હતું. આ સેમિનારમાં ગિફ્‌ટ આઇએફએસસી દ્વારા ઓફર થતી તકોનો ઉપયોગ કરવા વિશે ચર્ચાને વેગ મળ્યો હતો. અહીં ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)નાં ચેરમેન અજય ત્યાગીએ ગિફ્‌ટ સિટીમાં આઇએફએસસી વ્યવસાયો વિશે પોઝિટિવ આઉટલૂક વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં ગિફ્‌ટ આઇએફએસસી દ્વારા થયેલી પ્રગતિ ખરાં અર્થમાં પ્રશંસાને પાત્ર છે.

તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આઇએફએસસી વ્યવહારોમાં અનેકગણો વધારો થયો છે અને આંતરરાષ્ટ્રીય રોકાણની દ્રષ્ટિએ નવી તકો રાહ જોઈ રહી છે. સેબીએ આઇએફએસસીમાં વૈકલ્પિક રોકાણ ભંડોળ પ્રદાન કરવા માટે નિયમનકારી માળખું પ્રદાન કર્યું છે.

સેબી આઇએફએસસીમાં મ્યુચ્યુઅલ ફંડ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સ્થાપિત કરવા કાર્યકારી માર્ગદર્શિકા બનાવવા પણ આતુર છે. શ્રી અજય ત્યાગીએ ઉમેર્યું હતું કે, જેમ ભારતનું અર્થતંત્ર પ્રગતિ કરી રહ્યું છે, તેમ આઇએફએસસી સેગમેન્ટમાં માગ અને પુરવઠો બંને વધશે. આઇએફએસસીમાં વિકાસ અને વિસ્તરણ નવા પડકારો લાવશે. આ સ્પેસ અત્યંત ડાયનેમિક બનવાની શક્યતા છે અને નવીન ઉત્પાદનોની દ્રષ્ટિએ સતત પરિવર્તન પામશે. સેબીમાં નિયમનકાર સંસ્થા તરીકે અમે ગિફ્‌ટ આઇએફએસસીને વધુ વિકસાવવા ચર્ચાવિચારણાનાં અભિગમ અને વિવિધ પગલાંઓ લેવાનો પ્રયાસ કરીશું.

સેમિનારમાં નીતિગત અને બીએફએસઆઈ ક્ષેત્રમાંથી તેમજ આઇટી-આઇટીઇએસ ક્ષેત્રોમાંથી પ્રસિદ્ધ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યાં હતાં. સેમિનારમાં આઇએફએસસીમાં રહેલી વ્યાવસાયિક તકો અને જોગવાઈઓ વિશે કેટલાંક માહિતીપ્રદ સત્રોનું આયોજન થયું હતું, ન્યૂ ફંડ રેજાઇમ ટૂ ઓનઓશ ધ ઓફશોર અને ઓપોર્ચ્યુનિટીઝ ફોર ઇન્ટરનેશનલ ટ્રેડિંગ એટ આઇએફએસસી એક્સચેન્જીસ પર બે પેનલ ચર્ચાઓ યોજાઈ હતી. પ્રથમ પેનલમાં પ્રસિદ્ધ વક્તાઓએ આઇએફએસસીમાં અલ્ટરનેટિવ ફંડ બિઝનેસમાં વિકસતી તકો પર ચર્ચા કરી હતી.

આઇએફએસસી ભારતમાં અને વૈશ્વિક બજારોમાં રોકાણ માટે મોટાં ઓફશોર ફંડ સ્થાપિત કરવા માટે મહ¥વપૂર્ણ ભૂમિકા ભજવશે એવી ચર્ચા થઈ હતી. આઇએફએસસી વ્યવસાયને અનુકૂળ નિયમનોનો લાભ, સ્પર્ધાત્મક કરવેરા માળખું અને ફંડ વ્યવસાય સ્થાપિત કરવા ઓછા ખર્ચની કામગીરીનો લાભ આપે છે. બીજી પેનલે ગિફ્‌ટ આઇએફએસસી એક્સચેન્જીસ પર ટ્રેડિંગ વિશે વિગતવાર ચર્ચા કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.