અર્થવ્યવસ્થાએ આશાથી વધુ જોરદાર વાપસી કરી છે: શક્તિકાંત
નવીદિલ્હી, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાએ આશાથી વધુ જાેરદાર વાપસી કરી છે તહેવારોની સીજન બાદ માંગમાં સ્થિરતા પર નજર રાખવાની જરૂરત છે.ફોરેન એકસચેંજ ડીલર્સ એસોસિએશ ઓફ ઇન્ડિયાના વાર્ષિક કાર્યક્રમમાં વર્ચુઅલ રીતે સંબોધિત કરતાં તેમણે કહ્યું કે આરબીઆઇ નાણાંકીય બજારોના કામકાજને વ્યવસ્થિત બનાવી રાખવા માટે પ્રતિબધ્ધ છે. કોઇ પણ નકારાત્મક જાેખમને ઓછું કરવા માટે કામ કરશે તેમણે આ પણ કહ્યું કે મુંડી ખાતા પરિવર્તનીયતાને એક ઘટનાની જગ્યાએ એક પ્રક્રિયાના રૂપમાં જાેવાનું દ્ષ્ટિકોણ જારી રહેશે.
દાસે કહ્યું કે પુરી દુનિયાની સાથે જ ભારતમાં વૃધ્ધિમાં ધટાડો આવવાનું જાેખમ હજુ પણ બનેલ આ છે.એ યાદ રહે કે ચાલુ નાણાંકીય વર્ષની પહેલી ત્રિમાસીકમાં ભારતીય અર્થવ્યવસ્થામાં ૨૩.૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો આરબીઆઇએ અનુમાન વ્યકત કર્યું છે કે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતીય અર્થવ્યવસ્થામાં ૯.૫ ટકાનો ઘટાડો રહી શકે છે તેમણે કહ્યું કે જાે કે ગ્રોથ આઉટલુક સારો થયો છે પરંતુ યુરોપ અને ભારતના કેટલાક ભાગોમાં કોરોના વાયરસ સંક્રમણ બીજીવાર ફેલાવાને કારણે ગ્રોથ માટે ડાઉસાઇડ રિસ્ક હજુ પણ યથાવત છે તહેવાર બાદ માંગમાં સ્થિરતા બનાવી રાખવા માટે આપણે નજર બનાવી રાખવી પડશે.HS