અર્થવ્યવસ્થાને મજબૂતી મળશે: રાજનાથ સિંહ
નવીદિલ્હી, ભાજપના સીનિયર નેતા અને રક્ષામંત્રી રાજનાથ સિંહે બજેટ ૨૦૨૧-૨૨ના વખાણ કર્યા અને કહ્યું કે, આ બજેટથી દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી મળશે. લોકોને આશા નહતી કે આ પ્રકારનું બજેટ રજૂ થશે. કારણ કે આ પહેલાં પણ આજ પ્રકારના પાંચ મિની બજેટ રજૂ થયા છે. આ ખૂબ શાનદાર બજેટ છે, તેની પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે. રક્ષા ક્ષેત્રના બજેટમાં પણ વધારો થયો છે.
દરમિયાન લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાને બજેટને સંતુલિત ગણાવ્યું છે. કહ્યું છે કે, કોરોનાથી માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયા પ્રભાવિત છે, તેમ છતાંબજેટમાં દરેક વર્ગને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. આ મહામારી દરમિયાન આનાથી વધારે સંતુલિત બજેટ બીજુ ન હોઈ શકે.
ભાજપ નેતા ભુપેન્દ્ર યાદવે કહ્યું છે કે, આ બજેટથી ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ અને સ્વાસ્થ્ય ક્ષેત્રને વધારે મજબૂતી મળશે. પાર્ટી પ્રવક્તા શાહનવાઝ હુસૈને બજેટની પ્રશંસા કરતાં કહ્યું છે કે, સમાજના વિવિધ વર્ગોની જરૂરિયાત પ્રમાણે આ બજેટ ખૂબ સંવેદનશીલ છે.
ભાજપના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે, નાણામંત્રી ર્નિમલા સીતારમણે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે યોજનાબદ્ધ રીતે રુપરેખા રજૂ કરવામાં આવી છે. તેમણે ટિ્વટ કરી છે કે, ભવિષ્યને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. આ પાંચ હજાર અબજ અમેરિકન ડોલરની અર્થવ્યવસ્થાની સરકારના વાયદાની દિશામાં છે.HS