અર્ધલશ્કરી દળના નિવૃત્ત જવાનો આંદોલનના માર્ગે
(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) અર્ધલશ્કરી દળના નિવૃત્ત જવાનોની ૧૪ માગણીઓ સરકાર દ્વારા નહીં સંતોષાયતો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તબક્કાવાર રેલી આયોજિત કરી વિરોધ પ્રદર્શન કરશે. એટલું જ નહીં તેમ છતાંય સરકાર હકારાત્મક અભિગમ નહીં અપનાવે તો અર્ધલશ્કરી નિવૃત્ત જવાનો દ્વારા વિધાનસભા ઘેરાવ કાર્યક્રમની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.
રાજ્યમાં અર્ધલશ્કરી દળના નિવૃત્ત જવાનો એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ અમે ૧૪ જેટલી વિવિધ માગણીઓ માટે ચાર વખત રજૂઆત કરી છે. પરંતુ આ સરકાર અર્ધલશ્કરી દળના નિવૃત્ત જવાનો ના પ્રશ્નો ઉકેલવા માટે રસ દાખવતી નથી અને એટલે જ હવે સરકાર સામે આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે
આ તબક્કે તેમણે વિગતો આપતાં જણાવ્યું હતું કે સરકાર સામે વિરોધ પ્રદર્શન માટે આયોજિત રેલીની શરૂઆત વ્યારા ખાતે કરવામાં આવશે જેમાં નર્મદા ભરૂચ અને ડાંગ જિલ્લાના અર્ધલશ્કરી દળો નિવૃત્ત જવાનો રહેશે ત્યારબાદ પંચમહાલ વડોદરા ગોધરા અને ખેડા ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે
આ ઉપરાંત ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠા તેમજ ગાંધીનગર અને અમદાવાદમાં પણ અમારી રેલી આયોજીત કરવામાં આવી છે અને અંતિમ સૌરાષ્ટ્રના રાજકોટ તેમજ જૂનાગઢ ખાતે અર્ધલશ્કરી દળના નિવૃત્ત જવાનો ની સંયુક્ત મોટી રેલી આયોજિત કરવામાં આવશે અને તેમ છતાં એ સરકાર અમારા મુદ્દાઓને ધ્યાનમાં લઈ લેતો વિધાનસભા ઘેરાવ કરવાની ચીમકી અર્ધલશ્કરી દળના જવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.