અર્નબ કેસમાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી
નવીદિલ્હી, અર્નબના મામલામાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે ટીવીની કટાંક્ષોને ઇગ્નોર પણ કો કરી શકાય છે કોર્ટે અર્નબની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી.બોમ્બે હાઇકોર્ટે અરજી રદ કર્યા બાદ અર્નબ સુપ્રીમ કોર્ટમાં ગયા હતાં આ મામલામાં બે જજાેની બેંચ સુનાવણી કરી રહી છે. ન્યાયમૂર્તિ ડી વાઇ ચંદ્રચુડે કહ્યું કે મેં અર્નબની ચેનલ જાેઇ નથી .ચંદ્રચુડે કહ્યું કે જાે બંધારણીય અદાલત લિબર્ટીને નહીં બચાવશે તો કોણ બચાવશે જાે કોઇ રાજય કોઇ વ્યક્તિને નિશાન કરે છે તો એક સખ્ત સંદેશ આપવાની જરૂરત છે. આપણું લોકતંત્ર ખુબ લચીલુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજય સરકાર વિચારોમાં ભિન્નતાના કારણે કોઇને વ્યક્તિગત રીતે નિશાન કરી રહી છે જાે આમ છે તો અદાલતને દખલ આપવી પડશે.
ન્યાયમૂર્તિએ કહ્યું કે માની શકાય કે અર્નબ પર આત્મહત્યા માટે ઉશ્કેરણીના આરોપ યોગ્ય હોય પરંતુ આ તપાસનો વિષય છે જાે કેસ લંબિત છે અને જામીન ન આપી શકાય તો આ અન્યાય હશે.તેમણે કહ્યું કે મેં અર્નબની ચેનલ જાેઇ નથી અને તમારી વિચારધારા પણ અલગ હોઇ શકે છે પરંતુ જાે કોર્ટ અભિવ્યક્તિની આઝાદીની રક્ષા નહીં કરે તો આ રસ્તો યોગ્ય નથી.સરકારે ટીવીની ટીપ્પણીને ઇગ્નોર કરવી જાેઇએ તેના આધાર પર ચુંટણી લડવામાં આવતી નથી.
જજને મહારાષ્ટ્ર સરકારને કહ્યું કે તમે જાેઇ લો અર્નબના બોલવાને કારણે શું ચુંટણી પર કોઇ ફર્ક પડયો છે. કોર્ટમાં મહારાષ્ટ્ર સરકાર તરફથી વકીલ કપિલ સિબ્બલ હાજર થયા હતાં કોર્ટે કહ્યું કે શું કોઇને પૈસા ન આપવા જ તેને આત્મહત્યા માટે ઉશ્કેરવાનું થઇ ગયું તેના માટે જામીન ન આપવી ન્યાયની મજાક જ હશે.
આ પહેલા હાઇકોેર્ટે અર્નબ સહિત બે અન્ય આરોપીની જામીન અરજીને રદ કરી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે અહીં અસાધારણ વિસ્તારના ઉપયોગનો કોઇ મામલો બનતો નથી હાલ એફઆઇઆર રદ કરવાના મામલામાં ૧૦ ડિસેમ્બરે સુનાવણી થશે અર્નબને જામીન માટે સેશન કોર્ટમાં પણ અરજી આપી હતી.HS