અર્નબ ગોસ્વામીની વિરૂધ્ધ દરેક સુનાવણી માટે ઉદ્વવ સરકાર ૧૦ લાખ આપશે
મુંબઇ, વરિષ્ઠ પત્રકાર અર્નબ ગોસ્વામી તરફથી દાખલ કરવામાં આવેલ ક્રિમિનલ રિટ પીટિશન મામલામાં મહારાષ્ટ્ર સરકારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને નિયુકત કર્યા છે.રાજયના ગૃહ વિભાગ તરફથી જારી શાસનાદેશ અનુસાર કપિલ સિબ્બલને દરેક સુનાવણી માટે ૧૦ લાખ રૂપિયા ફી તરીકે આપવામાં આવશે.
ગૃહ વિભાગ અનુસાર સિબ્બલનો સાથ આપનારા વકીલ રાહુલ ચિટણીસને પ્રતિ સુનાવણી દોઢ લાખ રૂપિયા આપવામાં આવશે સરકારના આ આદેશને લઇ ભાજપ ધારાસભ્ય અતુલ ભાતખલકરે ઠાકરે સરકાર પર નિશાન સાધ્યું છે તેમણે કહ્યું કે પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠાવાડાના એક વિસ્તારોમાં અતિવૃષ્ટીથી પાક બરબાદ થઇ ચુકયા છે લોકોના ઘર તુટી ગયા છે તેમના નુકસાનની ભરપાઇ કરવા માટે સરકાર પાસે પૈસા નથી પરંતુ કોર્ટમાં કેસ લડવા માટે મહારાષ્ટ્ર સરકારની પાસે પૈસાની કોઇ કમી નથી.HS