સુપ્રીમ કોર્ટે અર્નબ ગોસ્વામીને જામીન આપ્યા
નવી દિલ્હી, રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે.
અર્નબ ગોસ્વામીએ હાઈકોર્ટે જામીન અરજી નકારવાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ વિશે બુધવારે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઈન્દિરા બેનર્જીની બેન્ચે સુનાવણી કરી હતી. કોર્ટે ઉદ્ધવ સરકારની ઝાટકણી કરતાં કહ્યું હતું કે જો રાજ્ય સરકાર કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરે છે તો તેઓ સમજી લે કે અમે તે લોકોની સુરક્ષા કરીશું.
સુપ્રીમ કોર્ટમાં અર્નબની વકીલાત કરતાં સિનિયર વકીલ હરીશ સાલ્વેએ આ કેસમાં CBI તપાસની માગણી કરી છે. જ્યારે અર્નબની અરજી વિશે મહારાષ્ટ્ર સરકારે કેવિએટ દાખલ કરીને કહ્યું છે કે તેમનો પક્ષ સાંભળ્યા વગર કોઈ આદેશ ન આપવો જોઈએ.