અર્નબ ગોસ્વામી કેસમાં સુપ્રીમની મહારાષ્ટ્ર સરકારને ફટકાર
નવીદિલ્હી, રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામીથી જાેડાયેલ એક કેસમાં મહારાષ્ટ્ર સરકારને સુપ્રીમ કોર્ટથી મોટો આંચકો લાગ્યો છે વિશેષાધિકાર નોટીસની વિરૂધ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચવાને કારણે ૧૩ ઓકટોબરે અર્નબ ગોસ્વામીને પત્ર લખવા અને ડરાવવાને લઇ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના સચિવને અવમાનનાની નોટીસ જારી કરી છે. આ સાથે કોર્ટે આ મામલામાં ગોસ્વામીની ધરપકડ પર રોક લગાવી દીધી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેની ટીકાને લઇ મહારાષ્ટ્ર વિધાનસભાના સચિવને અર્નબ ગોસ્વામીની વિરૂધ્ધ વિશેષાધિકાર નોટીસ જારી કરી હતી.
સુપ્રીમ કોર્ટ સચિવને બે અઠવાડીયા બાદ આ કેસની આગામી સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહેવા માટે કહ્યું છે ત્યાં સુધી કોર્ટે આ મામલામાં ગોસ્વામીની ધરપકડ પર રોક લગાવી દીધી છે.મુખ્ય ન્યાયમૂર્તિ ઓફ ઇન્ડિયા એસ એ બોબડેના નેતૃત્વવાળી બેંચે આ મામલામાં વરિષ્ઠ વકીલ અરવિંદ દાતારને ન્યાય મિત્ર નિયુકત કર્યા છે. સુપ્રીમે કહ્યું કે આ પત્ર ગંભીરતાપૂર્વક ન્યાય પ્રશાસનમાં દખલ આપનાર છે કારણ કે તેમાં કોર્ટ જવાને લઇ ગોસ્વામીને ધમકાવવામાં આવ્યા છે.કોર્ટે કહ્યું કે પત્ર લખનારનો સ્પષ્ટ હેતુ અરજીકર્તાને ભયભીત કરવાનો પ્રતિત થાય છે. કારણ કે તેમાં કોર્ટ જવાને લઇ ગોસ્વામીને ધમકાવાયા હતાં.HS