અર્મેનિયા અને અજરબૈજાન વચ્ચે વધતા વિવાદ પર ભારતે ચિંતા વ્યકત કરી

નવીદિલ્હી, ભારતે અર્મેનિયા અને અજરબૈજાન વચ્ચે વધતી સૈન્ય સંધર્ષ પર ગંભીર ચિંતા વ્યકત કરતા કહ્યું કે તનાવપુર્ણ સ્થિતિને તાકિદે સમાપ્ત કરવાની જરૂરી છે કારણ કે આવી સ્થિતિ ક્ષેત્રીય શાંતિ અને સુરક્ષાને નુકસાન પહોંચાડે છે બંન્ને દેશોના સશસ્ત્ર દળ એક પર્વતીય ક્ષેત્ર નાગોર્નો કારાબાખને લઇ ઝઘડી રહ્યાં છે એ રીતની આશંકાઓ છે કે દક્ષિણી કોકેકસ વિસ્તારમાં સંધર્ષમાં અન્ય પક્ષ પણ સામેલ થઇ શકે છે.
વિદેશષ મંત્રાલયે કહ્યું કે સંધર્ષના દીર્ધકાલિક સમાધાન વાતચીક દ્વારા હાંસલ કરી શકાય છે વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવેૅ કહ્યું કે અમે અર્મેનિયા અજરબૈજાન સીમાના નાર્ગોનો કરાબાખ વિસ્તારમાં સંધર્ષ ફરીથી શરૂ થવાની અપ્રિય અહેવાલો જાેયા છે જે ૨૭ સપ્ટેમ્બરે વહેલી શરૂ થયા અને બંન્ને પક્ષોના લોકો હતાહત થયા.
તેમણે કહ્યું કે ભારત સ્થિતિને લઇ ચિંતાગ્રસ્ત છે કારણ કે આથી ક્ષેત્રીય શાંતિ અને સુરક્ષાને નુકસાન પહોંચે છે શ્રીવાસ્તવે કહ્યું કે અમે બંન્ને પક્ષો માટે તાકિદે સંધર્ષને સમાપ્ત કરવા સંયમ બનાવી રાખવા અને સીમા પર શાંતિ કાયમ રાખવા માટે હરસંભવ પગલા ઉઠાવવાની જરૂરત દોહરાવે છે ભારતનું માનવુ છે કે કુટનીતિક વાતચીત દ્વારા શાંતિપૂર્ણ રીતે જ સંધક્ષના દીર્ધકાલિક સમાધાન નિકાળી શકાય છે.
શ્રીવાસ્તવે કહ્યું કે ભારત સંધર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે સુરક્ષા અને સહયોગ સંગઠન (ઓએસસીઇ) મિસ્ક સમૂહના પ્રયાસોને સમર્થન કરે છે ઓએસસીઇ મિંસ્ક સમૂહની સ્થાપના ૧૯૯૨માં કરવામાં આવી હતી જેનો હેતુ અર્મેનિયા અને અઝરબેજાનની વચ્ચે પર્વતીય ક્ષેત્રને લઇ સંધર્ષનું સમાધાન નિકાળી શકાય.
શ્રીવાસ્તવે કહ્યું કે ભારત સંધર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે સુરક્ષા અને સહયોગ સંગઠન (ઓએસસીઇ) મિસ્ક સમૂહના પ્રયાસોનું સમર્થન કરે છે ઓએસસીઇ મિસ્ક સમૂહની સ્થાપના ૧૯૯૨માં કરવામાં આવી હતું તેનો હેતુ અર્મનિયા અને અજરબૈજાનની વચ્ચે પર્વતીય ક્ષેત્રને લઇ સંધર્ષનું સમાધાન નિકાળવું જાેઇએ સમૂહના સહ અધ્યક્ષ અમેરિકા ફ્રાંસ અને રશિયા છે.HS