Western Times News

Gujarati News

અર્શી ભારતીની સોશિયલ મીડિયા પર તસવીરો છવાઇ

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ૧૩ વર્ષથી દેશના લોકોનો સૌથી પ્રિય શો છે. શોનું દરેક પાત્ર લોકો માટે ખાસ છે. આ શોમાં કામ કરતા તમામ કલાકારોની લોકપ્રિયતા પણ બોલિવૂડ સ્ટાર્સથી ઓછી નથી. એવામાં શોમાં વધુ એક સ્ટાઇલિશ અને ગ્લેમરસ અભિનેત્રીની એન્ટ્રી બાદ ભારે ચકચાર મચી ગઈ છે. આ અભિનેત્રી છે અર્શી ભારતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બાય ધ વે, શોમાં બ્યુટિફૂલ સુંદરીઓની કોઈ કમી નથી.

મુનમુન દત્તાથી લઈને સુનૈના ફોજદાર સુધી સૌ સુંદરતાના મામલે એકબીજાને ટક્કર આપે છે. આ દરમિયાન આ શોમાં એક નવી અભિનેત્રીની એન્ટ્રી થઈ છે. તમને જણાવી દઈએ કે અર્શી ભારતી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કેટલાક એપિસોડથી જાેવા મળે છે. આ શોમાં અર્શી ભારતીની એન્ટ્રી મહેતા સાહેબના બોસની સેક્રેટરી તરીકે થઈ છે. તમને જણાવી દઈએ કે અર્શી ભારતી મૂળ જમશેદપુરની છે. તેનું પૂરું નામ અર્શી ભારતી શાંડિલ્યા છે.

અર્શી અત્યારે માત્ર ૨૨ વર્ષની છે. પ્રખ્યાત ટીવી શો પહેલા તે બોલિવૂડ ફિલ્મમાં પણ જાેવા મળી ચુકી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલા અર્શી ભારતી અર્જુન કપૂરની ફિલ્મ ‘પાનીપત’માં જાેવા મળી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.