Western Times News

Gujarati News

અર્સલાન હૃતિકની પૂર્વ પત્નીને ડેટ કરતો હોવાની ચર્ચા

મુંબઈ, બોલિવુડમાં એક્ટર અર્સલાન ગોનીની સારી કહી શકાય તેવી શરૂઆત નથી થઈ પરંતુ ઓટીટી પ્લેટફોર્મ પર જે પ્રકારે કરિયર આગળ વધી રહ્યું છે તેનાથી તે ખુશ છે. ફિલ્મી કરિયર કરતાં છેલ્લા થોડા સમયથી અર્સલાન ગોની હૃતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન સાથેની મિત્રતાના કારણે ચર્ચામાં રહે છે.

અર્સલાન ગોની અને સુઝૈન ખાન એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છેલ્લા થોડા મહિનાથી ચાલી રહી છે. ત્યારે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ગોવામાં સુઝૈને બર્થ ડે સેલિબ્રેટ કર્યો ત્યારે તેમાં અર્સલાનની હાજરીથી તેઓ રિલેશનશીપમાં હોવાની ચર્ચાને હવા મળી હતી.

સુઝૈન સાથેના સંબંધ વિશે વાત કરતાં અર્સલાને કહ્યું, “સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ કરવી સામાન્ય બાબત છે. બર્થ ડેની વાત કરીએ તો મિત્રો સાથે નાનકડું સેલિબ્રેશન હતું. કોઈપણ વ્યક્તિ પોતાના ફ્રેન્ડની બર્થ ડે પાર્ટીમાં જઈ શકે છે, ખરું ને? લોકો હંમેશા શંકા-કુશંકા કરશે અને અમને ખબર છે કે તેને કેવી રીતે હેન્ડલ કરવું.

તેના પર ધ્યાન ના આપીને. હું અને સુઝૈન ખૂબ સારા મિત્રો છીએ. અમારા મુલાકાત એક કોમન ફ્રેન્ડના ઘરે થઈ હતી. પહેલી મુલાકાતમાં જ અમને એકબીજા સાથે મજા આવવા લાગી. અમે અમારા અન્ય મિત્રો સાથે મળીને ગેટ-ટુ-ગેધર ગોઠવતાં રહીએ છીએ.

તેણી ખૂબ સારી વ્યક્તિ છે.” મહત્વનું છે કે, અર્સલાન અને સુઝૈન એકતા કપૂર, ક્રિસ્ટલ ડિસૂઝા, રિદ્ધિ ડોગરા જેવા ફ્રેન્ડ્‌સ સાથે પાર્ટી કરતાં રહે છે. અવારનવાર તેમની પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

જેના કારણે જ સુઝૈન અને અર્સલાન વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાની ચર્ચા ચાલતી રહે છે. વર્કફ્રંટની વાત કરીએ તો, અર્સલાન ગોનીએ બોલિવુડમાં ધીમી શરૂઆત કરી હતી. અર્સલાને કલ્કિ કેકલા અને રિચા ચઢ્ઢા સાથે ફિલ્મ ‘જિયા ઔર જિયા’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું.

આ ફિલ્મ બનતાં અઢી વર્ષ જેટલો સમય લાગ્યો હતો અને બોક્સઓફિસ પર ખાસ કાઠું કાઢી શકી નહોતી. અર્સલાને આ વિશે કહ્યું, “ફિલ્મને પૂરી થવામાં વાર લાગી પણ આ તો અમારા પ્રોફેશનનો ભાગ છે અને ધીરજ રાખવી જરૂરી છે.

મને જે તક મળી તે ઘણાંને મળતી પણ નથી. ફિલ્મ ભલે સારો દેખાવ ના કરી શકી પણ તેણે મને ઈન્ડસ્ટ્રીમાં જગ્યા અપાવી. હવે અર્સલાન ઓટીટી પ્લેટફોર્મ પર વિવિધ વેબ સીરીઝ કરી રહ્યો છે ત્યારે તેને ઓળખ પણ મળી રહી છે.

મૂળ જમ્મુ-કાશ્મીરનો અર્સલાન ટીવી એક્ટર અલી ગોનીનો કઝિન છે. હું વધુ ફિલ્મો મળવાની રાહ જાેતો હતો ત્યારે મને ઓટીટીમાં કામ મળી ગયું. ત્યારથી જિંદગી પાટા પર ચાલી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.