અલંગમાં શીપ બ્રેકરોને કેટલાંક જૂનાં જહાજ તોડવા મળતાં રોજગારી વધશે

File
ભારતીય શીપ રિસાયકલીંગ ઉદ્યોગમાં સળવળાટ
રાજકોટ, ભારતીય રિસાયકલીગ ઉધોગોમાં થોડો સળવળાટ થયો હોવાના સંકેતો મળ્યયા છે. જુનાં જહાજોની લે-વેચમાં તાજેતરમાં થોડી સક્રિયયતા ભારતીય શીપ બ્રેકરો દ્વારા વધી છે એ કારણો બજારમાં સક્રીયતા વધી છે. અને ઓફર કરવામાં આવતા ભાવમાં પણ સુધારો હતો.
અલંગના એક શીપ બ્રેકર કહે છે કે, જહાજ માલીકો દ્વારા વેચવાલી વધી છે. અગાઉ કરતા વેચાણ પાત્ર જહાજોની સંખ્યા વધી છે. પણ અતિવૃદ્ધ ચુકેલા છતાં પાણીમાં તરી રહેલાં જહાજોની જ વેચવાલી છે. જહાજાના નુર ભાડાં ઈઝરાયેલ અને ઈરાક વોર જેવા માહોલમાં વધ્યાં હતાં તે ઠરી ગયાં છે, એમાં થોડો ઘટાડો આવ્યો એટલે વેચવાલી દેખાય છે.
ભારતીય શીપ બ્રેકરો દ્વારા વૈશ્વીક બજારમાં પ૧૦થી પપ૦ ડોલરનો ભાવ ડ્રાયબલ્ક ટેન્કર અને કન્ટેનરઈ માટે ઓફર થાય છે. બાંગ્લાદેશ ભારત કરતા ૧૦ ડોલર કરતા વધારે ઉંચે નથી. બીજી તરફ પાકિસ્તાન ૧૦-ર૦ ડોલર નીચું ઓફર કરે છે. તુર્કી ખુબ નીચાં ૩૬૦થી ૩૮૦ ડોલર જેટલા નીચાં ભાવને લીધે સ્પર્ધામાં જ નથી તેમ તેમણે ઉમેયું હતું.
છેલ્લા કેટલાક દિવસોમાં નાના જહાજોમાં ર૦ ડોલર અને મોટાં જહાજોમાં ૪૦ ડોલરની તેજી ભારતીય બજારમાં જોવા મળી છે. જહાજ માલીકો માટે હાલના ઓફર ભાવ આરામદાયક છે. ખાસ કરીને જુના જહાજો માટે હાલનો ભાવ વાજબી પણ છે. પનામેકસ જેવા જહાજોના ભાવ પણ હવે સુધરે એવી શકયતા છે. શુષ્ક ગણાતા બલ્ક ક્ષેત્રના જહાજોના ભાવ પણ વધ્યા છે. હવે નજીકના ભવીષ્યમાં ઠંડા પડે એવી સંભાવના છે.
તાજેતરમાં કેટલાંક ટેન્કરો અને એફએસઓ ભારત અને બાંગ્લાદેશમાં વેચાણ થયા છે. પાકિસ્તાન થોડુંધીમું પડયું છે કારણ કે ત્યાં જહાજોના સોદા પાંખા થયા છે. એઅ રીતે બાંગ્લાદેશને અત્યારે ફાયદો છે. ત્યાંનો ભાવ ૬૦૦ ડોલર સુધી પણ આવનારા દિવસોમાં પહોચી શકે છે.