અલંગમાં હરિયાણાના વેપારી સાથે રૂ.ર૪ લાખની ઠગાઈ

ભાવનગર, મૂળ હરિયાણા અને હાલમાં ભાવનગરમાં આધેવાડા સ્થિત લીલાનેનો ખાતે રહેતા અને અલંગમાં રામ સરોવર નજીક સુભાષ જસવંતરાય મહેતાના પ્લોટમાં મહિન્દ્રા ટ્રેડસ નામે પેઢી ધરાવતા અનીલકુમાર ગોકલચંદ અગ્રવાલની પેઢીમાં કામ કરતો
અને હરિયાણાનો હર્ષ ઉર્ફે હપ્પી સુરેન્દ્રકુમાર ગોયલ નામનો શખસ રૂ.ર૪.૭૩ લાખની ઉઘરાણી કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે વેપારી અનીલકુમાર અગ્રવાલે કરાર થઈ ગયેલા હર્ષ ઉર્ફે હપ્પી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
પોલીસની ્પ્રાથમિક તપાસમાં હર્ષ ઉર્ફે હપ્પી ગોયલ કાળિયાબીડના નક્ષત્ર એપાર્ટમેન્ટમાં નેહા તોમર નામની યુવતી સાથે રહેતો હતો તેમજ ઝાંઝરિયા રોડ પર આવેલા ગોડાઉનને તપાસ કરતા ત્યાંના સ્ટાફે પણ હર્ષ ગોયલ તેના ફોન નહીં ઉપાડતો હોવાનું જણાવ્યું હતું પોલીસે નાસી છૂટેલા ચીટરની શોધખોળ શરૂ કરી હતી.