અલગ અલગ શહેરોમાં કુલ ૧૩ દિવસ બેંકો બંધ રહેશે

Files Photo
મુંબઇ, જાે આપ પણ ઓક્ટોબર મહિનામાં બેંક સાથે જાેડાયેલા કામો કરવાના હોવ તો, પહેલા આ સમાચાર વાંચી લેજાે. ઓક્ટોબર મહિનામાં નવરાત્રિ, દશેરા સહિત કેટલાય તહેવારો આવી રહ્યા છે. આ ક્રમ આજથી અલગ અલગ શહેરોમાં કુલ ૧૩ દિવસ બેંકો બંધ રહેશે. ત્યારે આવા સમયે જાે કોઈ બેંકનું જરૂરી કામ પતાવાનું હોય તો, પતાવી લેજાે.
ભારતીય રિઝર્વ બેંકે ઓક્ટોબર મહિના માટે સત્તાવાર બેંક રજાઓની યાદી જાહેર કર્યા અનુસાર, ઓક્ટોબર મહિનામાં કુલ ૨૧ રજાઓ આવે છે. આ દરમિયાન ભારતમાં કેટલાય શહેરોમાં બેંક સતત બંધ રહેશે. આપને જણાવી દઈએ કે, ૨૧ દિવસની રજામાં અઠવાડીયક રજા પણ શામેલ છે. આરબીઆઈની ગાઈડલાઈંસ અનુસાર રવિરાની સાથે સાથે મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંક બંધ રહે છે.
આ રજાઓના ક્રમમાં આજથી દેશના અલગ અલગ શહેરોમાં ૧૩ દિવસ બેંક બંધ રહેશે. જાે કે, આપને જણાવી દઈએ કે, દેશભરની તમામ બેંક ૨૧ દિવસ બંધ નહીં રહે, કારણ કે આરબીઆઇ તરફથી નક્કી કરવામાં આવેલી રજાઓ અમુક ક્ષેત્રિય તહેવાર પર ર્નિભર હોય છે. એટલે કે અમુક રજાઓ ફક્ત અમુક રાજ્યો પુરતી મર્યાદિત હોય છે. બાકીના રાજ્યોમાં કામ ચાલુ રહે છે. એટલું જ નહીં અમુક જગ્યાએ બેંક પાંચ દિવસ સુધી બંધ રહેવાની છે.HS