અલવરમાં 300 વર્ષ જૂના મંદિર પર બુલડોઝર ચલાવ્યું

રાજગઢ, અલવરના રાજગઢમાં ત્રણ મંદિરને તોડવામાં આવ્યાં હોવાની ઘટના સામે આવી છે. ત્યાર પછી ભાજપે કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપની આઈટી સેલના ચીફ અમિત માલવીયએ આ મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે કરૌલી અને જહાંગીરપુરીમાં મગરનાં આંસુ વહાવવા એ જ કોંગ્રેસનું સેક્યુલરિઝમ છે.
રાજસ્થાનના અલવર જિલ્લાના રાજગઢમાં 300 વર્ષ જૂના શિવ મંદિર પર બુલડોઝર ફેરવીને એને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. શિવાલયમાં ચંપલ પહેરીને જવાથી અને મૂર્તિઓ પર કટર મશીન ફેરવવાથી હિન્દુવાદી સંગઠનો ગુસ્સે થઈ ગયાં છે. આ કાર્યવાહીના વિરોધમાં નગરપાલિકાના EO, SDM અને રાજગઢ ધારાસભ્યના વિરોધમાં ફરિયાદ દાખલ કરવાની ધમકી આપવામાં આવી છે. જોકે હજી સુધી કોઈ કેસ દાખલ કરવામા આવ્યો નથી.
BJP નેશનલ આઈટીસેલના ચીફ અમિત માલવીયાએ કહ્યું હતું કે હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવી એ જ કોંગ્રેસનું સેક્યુલરિઝમ છે. માલવીયએ તેમના ટ્વીટમાં લખ્યું છે કે રાજસ્થાનના અલવરમાં વિકાસના નામે 300 વર્ષ જૂનું મંદિર તોડવામાં આવ્યું છે.
કરૌલી અને જહાંગીરપુરીમાં આંસુ વહાવવા અને લોકોને આસ્થાને ઠેસ પહોંચાડવી- આ જ કોંગ્રેસનું સેક્યુલરિઝમ છે. ત્યાર પછી વધુ એક ટ્વીટમાં માલવીયએ કહ્યું હતું કે 18 એપ્રિલે રાજસ્થાનના રાજગઢમાં કોઈપણ નોટિસ આપ્યા વગર પ્રશાસને 85 હિન્દુઓનાં પાકા મકાનો અને દુકાનો પર બુલડોઝર ચલાવી દીધું હતું.