Western Times News

Gujarati News

અલવા નજીક આવેલા ફતેપુરા ગામે ગેસ બોટલ ફાટતાં ચાર મકાન આગમાં ખાખ

બાયડ તાલુકાના અલવા ગામ નજીક આવેલા ફતેપુરા ગામે ઘરેલું રાંધણ ગેસની બોટલ ફાટતાં ચાર મકાન આગમાં ખાખ થઇ ગયા હતા  વધુ પ્રાપ્ત માહિતી મુજબ બાયડ તાલુકાના ફતેપુરા ગામે ઘરેલુ એલ પી જી સિલિન્ડર ફાટતાં એક જ લાઈનમાં આવેલા ચાર મકાનો જોતજોતામાં આગમાં ખાક થઈ ગયા હતા.

ઘરનો સરસામાન તથા રાચરચીલું બધું જ બળીને રાખ થઈ જતાં ચારેય ઘરના રહેવાસીઓ નિરાધાર બની ગયા હતા. બાજુમાં આવેલ  અલવા ગામ તથા કંપાના ગામલોકોને ઘટનાની જાણ થતા  ફતેપુરા ગામે દોડી આવ્યા હતા જ્યારે ઘટનાની જાણ  થતા બાયડ મામલતદાર ઘટના સ્થળે દોડી આવી ફાયર ફાઇટર મંગાવી આગને આગળ ફેલાતી અટકાવી હતી.

સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. અને મોટી હોનારત થતા બચી ગઇ હતી બાયડના વર્તમાન ધારાસભ્ય જશુભાઈ પટેલને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી અસરગ્રસ્તોને સાંત્વના આપી ઘરનાં જરૂરી સામાનની મદદ કરી હતી જ્યારે બાયડ માલપુરના પુર્વ ધારાસભ્ય અને ભાજપ આગેવાન ધવલસિહ ઝાલાએ પણ ફતેપુરા (અલવા) ગામે દોડી જઇ પિડીતોના ખબર અંતર પુછી રાશનની ની કીટઆપી હતી  અને સાંત્વના આપી ઘરવખરીની જરૂરી સામાનની મદદ કરી તાલુકા વિકાસ અધિકારી, બાયડને ત્વરિત સર્વેની કામગીરી પુર્ણ કરી સરકારી સહાય પુરી પાડવા તાકીદ કરી હતી. (દિલીપ પુરોહિત,  બાયડ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.