અલાના પાંડેએ બોલ્ડનેસની તમામ હદ પાર કરી દીધી
મુંબઈ, વોટરબેબી અને જલપરી તરીકે ઓળખાતી અલાના પાંડે પોતાની સગાઈ બાદ મંગેતર આઈવર મેક્ક્રે સાથે બોલ્ડ અવતારમાં જાેવા મળી હતી. અભિનેત્રી અનન્યા પાંડેની કઝિન બહેન અલાના પાંડે થોડા દિવસ પહેલા તેની સગાઈના કારણે ચર્ચામાં આવી.
વોટર બેબી અને ‘જલપરી’ના નામથી અલાનાની ફેન્સમાં ઓળખ છે. સગાઈ પછી અલાના પાંડે તેના મંગેતર આઈવર મેક્ક્રે સાથે બીચ પર રોમાન્સ કરતા જાેવા મળી છે. હાલમાં તેના ફોટા અને વીડિયોએ સોશિયલ મીડિયામાં ગરમાવો જાેવા મળ્યો છે. આ વીડિયોમાં અલાના પાંડે અને આઈવર મેક્ક્રે ઘણા બોલ્ડ અંદાજમાં જુદા જુદા લોકેશન્સ પર નજર આવી રહ્યા છે.
બંને વચ્ચે ઘણી રોમેન્ટિક કેમેસ્ટ્રી નજર આવી રહી છે. આ વીડિયોમાં ક્યારેક પ્રેમી યુગલ પૂલમાં તો દરિયાકિનારે રેત પર એકબીજાને આલિંગન આપી સૂતા દેખાય છે. આ વીડિયોના મારફતે અલાનાએ પોતાના સંબંધના બે વર્ષની સફર બતાવી છે.
થોડા દિવસ અગાઉ જ આઈવર મેક્ક્રેએ અલાનાને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતું. આ પળને ખાસ બનાવવા માટે તેઓએ ડ્રોનની મદદથી ખાસ શૂટ કર્યુ હતું. બહુ ખૂબસુરત અંદાજમાં તેને બીચ પર ‘મેરી મી’ લખીને અલાનાને ડાયમંડ રિગ પહેરાવી હતી.
અલાનાએ આ પ્રપોજલને પોતાનું સ્વપન સાચુ સાબિત થવા સમાન ગણાવ્યુ હતું. તમને જણાવી દઈએ કે અલાના પાંડે સોશિયલ મીડિયા સેન્સેશન છે.
આ વાત એ વાત પરથી કહી શકાય છે કે અવારનવાર તે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતી રહે છે અને તે વીડિયો વાયુવેગે વાયરલ થાય છે. અલાયા પોતાના મંગેતર આઈવર મેક્ક્રે સાથે કોઝી પોઝ આપતી રહે છે. બંનેના ફોટા લોકો વચ્ચે છવાયેલા રહે છે.SSS