અલીએ જાસ્મિન ભસીનને આ વર્ષની શ્રેષ્ઠ ભેટ ગણાવી
મુંબઈ: ગુરુવારે (૨૫ ફેબ્રુઆરી) ટીવી એક્ટર અલી ગોનીનો બર્થ ડે હતો. જે તેણે કાશ્મીરમાં તેના પરિવાર અને લેડી લવ જાસ્મિન ભસીન સાથે ઉજવ્યો હતો. જ્યારે તેને મળેલી બેસ્ટ બર્થ ડે ગિફ્ટનું પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, આ વર્ષે મને મળેલી સૌથી શ્રેષ્ઠ ભેટ જાસ્મિન છે. અલી અને જાસ્મિન પહેલા બંને માત્ર ક્લોઝ ફ્રેન્ડ્સ હોવાનો રાગ આલાપતા હતા પરંતુ થોડા મહિના પહેલા બિગ બોસનાં ઘરમાં રહીને બંને વચ્ચેનો પ્રેમ પાંગર્યો. દિવસ કેવી રીતે પસાર કર્યો તે અંગે વાત કરતાં અલીએ કહ્યું કે, દિવસ ખૂબ સુંદર રહ્યો. મારા પરિવારે રાતે બર્થ ડે પાર્ટીનું પ્લાનિંગ કર્યું હતું. જેમાં ખૂબ મજા આવી.
જાસ્મિન અને મારા પરિવારે આખો દિવસ મારી ખૂબ સેવા કરી. જાસ્મિન મારા માટે મારા ફેવરિટ હેડફોન અને સુંદર જેકેટ લઈને આવી હતી. હું કાશ્મીર ગયો તે પહેલા મારા પરિવારે પણ કેટલીક શોપિંગ કરીને રાખી હતી. તેઓ કેટલીક એવી વસ્તુઓ લાવ્યા જે મને ગમે છે, જેમ કે, હૂડી અને ઘડિયાળો. જન્મદિવસ પર શું સંકલ્પ લીધો તેમ પૂછતાં અલીએ કહ્યું કે, તે કામ અને પરિવાર પર ફોકસ કરશે. કામ અને મારા અંગત જીવનની દ્રષ્ટિએ આ વર્ષ સારું જાય તેવી હું આશા રાખુ છું.
હા, મારે સફળતા અને ખુશી જાેઈએ છે. જેમ છે તેમ જ ચાલતું રહે તેમ હું ઈચ્છું છું. બધું અત્યારે સરસ ચાલી રહ્યું છે’, તેમ ‘યે હૈ મહોબ્બતે’માં જાેવા મળેલા એક્ટરે કહ્યું. બર્થ ડે સિવાય અલીની બહેન ઈલ્હામે હાલમાં જ દીકરીને જન્મ આપ્યો હોવાથી ડલબ સેલિબ્રેશનનો માહોલ હતો. હકીકતમાં, આ વિશે તેને ત્યારે જાણવા મળ્યું જ્યારે તે બિગ બોસના ઘરમાં હતો.
બિગ બોસ દ્વારા સ્પેશિયલ જાહેરાત કરવામાં આવી હતી અને અલીએ ભાણીને મમ્મી સાથે વીડિયો કોલ પર વાતચીત કરતી વખતે પણ જાેઈ હતી. અલીના બર્થ ડે પર જાસ્મિને બંનેની સુંદર તસવીર શેર કરી હતી અને શુભેચ્છા પાઠવી હતી. એક્ટ્રેસે લખ્યું હતું કે, ‘હેપી બર્થ ડે મારા હીરો ??. તસવીરમાં મારા ચહેરા પર દેખાઈ રહેલું સ્મિત તારા કારણે છે અને જ્યારથી હું તને મળી છું ત્યારથી તે જળવાઈ રહ્યું છે.