અલીગઢમાં ઝેરી શરાબ પીવાથી અત્યાર સુધીમાં ૯૫ લોકોના મૃત્યુ

Files Photo
અલીગઢ: અલીગઢમાં ઝેરી શરાબ પીવાથી અત્યાર સુધીમાં ૯૫ લોકોના મૃત્યુ થયા છે. આ દરમિયાન આ કાંડમાં નવો ખુલાસો થયો છે. અલીગઢના મલખાન સિંહ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને જેએન મેડિકલ કોલેજના ડોક્ટરે નામ ન છાપવાની શરતે જણાવ્યું કે ઝેરી શરાબ પીવાથી થોડા જ કલાકોમાં લગભગ ૮૦ લોકોની આંખોની દ્રષ્ટિ જતી રહી હતી. તેમાંથી મોટાભાગના લોકોના મૃત્યુ થયા છે. સીએમઓ ડો.બી પી સિંહે પણ શરાબ પીવાથી ઘણા લોકોની દ્રષ્ટિ જતી રહી હોવાની વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે એવા ૧૦-૧૨ લોકો વિશે મને માહિતી છે કે જેમની આંખો જતી રહી છે. જાેકે તેમણે મૃત્યુ પામેલા વ્યક્તિઓ વિશે કઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો. સીએમઓ જે ૧૦-૧૨ લોકો વિશે વાત કરી રહ્યાં છે તેઓ હાલ જીવીત છે, જ્યારે મૃત્યુ પામેલા વ્યક્તિઓ વિશે તેમણે સ્થિતિ સ્પષ્ટ કરી નથી.
રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, દિલ્હીના ડાયરેક્ટર ડો.બી એલ શેરવાલ જણાવે છે કે મિથાઈલ અલ્કોહોલ પીવો તે સૌથી ખતરનાક છે. તેમાં માણસની આંખોની દ્રષ્ટિ અને લિવર ડેમજ થવાનુ નક્કી છે. તેની સૌથી વધુ અસર આંખો અને મગજ પર પડે છે. તે સીધી રીતે લીવરને પણ પ્રભાવિત કરે છે. મિથાઈલ આલ્કોહલ પીવા પર મૃત્યુ થઈ જાય છે. જાે આ વ્યક્તિ કોઈ રીતે બચી પણ જાય છે તો તેની આંખો જવાનુ નક્કી છે.
ડો.શેરવાલના જણાવ્યા મુજબ, લિવર ડિટોક્સિફાઈ કરવાનું કામ કરે છે. ત્યાં પર ડિહાઈડ્રોજનેટ એન્જાઈમ થાય છે. આલ્કોહોલ વધુ માત્રામાં પહોંચવા પર લિવર ડિટોક્સિફાઈ કરી શકતુ નથી. આ કારણે મિથાઈલ આલ્કોહલ સીધી રીતે અંગોને પ્રભાવિત કરે છે. ચિંતાજનક વાત એ પણ છે કે મિથાઈલ આલ્કોહાલને લિવર ફોર્મિક એસિડ અને ફોમેર્લ્ડિહાઈડમાં રૂપાંતરિત કરી નાખે છે.
સ્વરૂપરાની નેહરુ હોસ્પિટલ, પ્રયાગરાજના ડો.સંતોષ સિંહ જણાવે છે કે મિથાઈલ આલ્કોહલ જાે કોઈના શરીરમાં માત્ર ૧૫સ્ન્થી ૫૦૦ સ્ન્ સુધી જાય છે તો તેનુ મૃત્યુ થઈ શકે છે. ડો.સંતોષના જણાવ્યા મુજબ, મિથાઈલ આલ્કોહોલ શરીરમાં જઈને ર્ફામેર્લ્ડિહાઈડમાં રૂપાંતરિત થઈ જાય છે. તે મિથાઈલની સરખામણીએ વધુ તેજ પોઈઝન હોય છે. તેને ફોર્મેલિન નામથી કમર્શિયલ યુઝમાં લેવામાં આવે છે. આ લિવરનું ડિટોક્સિફિકેશન કરવાની રીત છે.