અલીબાગમાં શેટ્ટી સિસ્ટર્સે વેલેન્ટાઈન્સ ડે ઉજવ્યો
મુંબઈ, ૧૪ ફેબ્રઆરી એટલે પ્રેમનો દિવસ. વેલેન્ટાઈન્સ ડેની આજે દુનિયાભરમાં ઉજવણી થઈ રહી છે. લોકો પોતાના વહાલા વ્યક્તિને ખાસ ભેટ આપીને કે તેમના માટે કંઈક ખાસ કરીને તેમને ખુશ કરી રહ્યા છે. બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેની બહેન શમિતા શેટ્ટી પણ પોતપોતાના વેલેન્ટાઈન સાથે આજનો દિવસ મનાવી રહ્યા છે.
શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુંદ્રા સાથે વેલેન્ટાઈન્સ સ્પેશિયલ વીડિયો શેર કર્યો છે. જ્યારે શમિતા શેટ્ટીએ પણ રાકેશ બાપટ સાથે રોમેન્ટિક વિડીયો શેર કર્યો છે. શિલ્પા અને શમિતા એક દિવસ અગાઉ જ પરિવાર સાથે વેલેન્ટાઈન્સ ડે સેલિબ્રેટ કરવા માટે અલીબાગ પહોંચ્યા હતા.
પહેલા વાત કરીએ બિગ બોસ ઓટીટી’ના ઘરમાં પ્રેમમાં પડેલા રાકેશ અને શમિતાની. એક્ટ્રેસે બૂમરેંગ વિડીયો શેર કર્યો છે જેમાં તે રાકેશ તરફ જતી જાેવા મળે છે. આ વિડીયોમાં શમિતાએ વ્હાઈટ રંગનો ઓફ-શોલ્ડર ડ્રેસ પહેર્યો છે જ્યારે રાકેશે વ્હાઈટ ટી-શર્ટ અને પ્રિન્ટેડ જેકેટ પહેર્યું છે. શમિતાએ વિડીયો શેર કરતાં લખ્યું, યોગ્ય સમય મારા વેલેન્ટાઈન રાકેશ બાપટ. તું મારી મનપસંદ લાગણી છે.
મારા ઈન્સ્ટા પરિવારને વેલેન્ટાઈન્સ ડેની શુભકામના. રાકેશ બાપટે પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શમિતાનો હાથ પકડેલી તસવીર શેર કરી છે. આ ફોટો સાથે રાકેશે લખ્યું, સારા હાથમાં છું.’ સાથે જ તેણે શમિતાને ટેગ કરી છે. શમિતા બાદ તેની મોટી બહેન શિલ્પા શેટ્ટીની વાત કરીએ તો તેણે પતિ રાજ કુંદ્રા સાથે વિડીયો શેર કર્યો છે. જેમાં બંને હાથ પકડીને ચાલતાં જતા જાેવા મળે છે.
શિલ્પાએ લાલ રંગનો આઉટફિટ પહેર્યો છે જ્યારે રાજ વ્હાઈટ શર્ટ અને પેન્ટમાં જાેવા મળે છે. આ વિડીયો શેર કરતાં શિલ્પાએ લખ્યું, મારો વેલેન્ટાઈન રોજ પ્રેમ અને વિશ્વાસ અમને આગળ વધવા દે છે. જણાવી દઈએ કે, શિલ્પા અને રાજ બે બાળકોના પેરેન્ટ્સ છે.
દીકરો વિઆન ૧૦ વર્ષનો છે જ્યારે દીકરી સમિષા બે વર્ષની થવા આવી છે. ગત વર્ષે શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મો બનાવાના કેસમાં પકડાયો હતો. બે મહિના બાદ તેને જામીન પર છૂટકારો મળ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ રાજ સોશિયલ મીડિયા પરથી દૂર રહેવાનું પસંદ કરે છે અને જાહેરમાં પણ ઓછો દેખાય છે. રવિવારે શિલ્પા બંને બાળકો, મમ્મી, શમિતા અને રાકેશ સાથે અલીબાગ જવા ગેટ વે ઓફ ઈન્ડિયા આવી ત્યારે રાજ જાેવા નહોતો મળ્યો.SSS