Western Times News

Gujarati News

અલી ગોની તેમજ જાસ્મિને અઠવાડિયામાં કોરોનાને હરાવ્યો

જાસ્મિને કહ્યું કે, કોરોનામાં અમારા સંબંધ વધારે મજબૂત બન્યા, બન્ને જણાં જમ્મૂમાં ક્વોરન્ટાઈન થયા હતા

મુંબઈ: ટીવીના પોપ્યુલર કપલ્સમાંના એક અલી ગોની અને જાસ્મિન ભસીન હંમેશા ફેન્સના સંપર્કમાં રહે છે અને સોશિયલ મીડિયા પર પોતાના અપડેટ આપતા રહે છે. પરંતુ ઘણાં ઓછા લોકો જાણતા હશે કે જાસ્મિન ભસીન અને અલી ગોની એક મહિના પહેલા કોરોના સંક્રમિત થયા હતા. જે સમયે જાસ્મિન અલી ગોનીના ઘરે હતી ત્યારે ફેન્સને લાગી રહ્યુ હતું કે તેણે અલી ગોનીના ઘરે લાંબા સમય સુધી રહેવાનો ર્નિણય કર્યો છે. પરંતુ વાસ્તવમાં તે ત્યાં ક્વોરન્ટાઈન થઈ હતી.

જાસ્મિનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, માટે તેણે અલીના ઘરે રોકાવવાનો ર્નિણય લીધો હતો. વાતચીતમાં જાસ્મિને જણાવ્યું કે, અમે થોડા દિવસના અંતરમાં કોરોના સંક્રમિત થયા હતા. માટે હું અલીના ઘરે લાંબા સમય સુધી અલીના ઘરે રોકાઈ હતી. અમે બન્ને હેલ્ધી ખોરાક લેતા હતા અને ખુશ રહેવાનો પ્રયત્ન કરતા હતા. અમે નેગેટિવિટીને દૂર રાખતા હતા. આ રીતે અમે કોરોનાને એક અઠવાડિયામાં હરાવ્યો. પરંતુ આ વાયરસ તમને અશક્ત બનાવી દે છે અને રિકવર થવામાં થોડો સમય લાગે છે. જાસ્મિન અને અલીની સાથે સાથે તેમના પરિવારના સભ્યો પણ કોરોના સંક્રમિત થયા હતા. તમામ લોકો ઘરે જ આઈસોલેશનમાં હતા.

જાસ્મિનને જ્યારે પૂછવામાં આવ્યું કે તેણે કોરોના સંક્રમણની વાત સોશિયલ મીડિયા પર શેર કેમ નહોતી કરી તો તેણે જણાવ્યું કે, તમામ લોકો અલગ અલગ અને જાત જાતની વાતો કરે છે અને આ જ મુખ્ય કારણ હતું કે મેં સોશિયલ મીડિયા પર આ ન્યુઝ શેર નહોતા કર્યા. તે સ્થિતિમાં માત્ર ડોક્ટરની વાત સાંભળવી જરૂરી હોય છે, કારણકે વાયરસ દરેક વ્યક્તિને અલગ અલગ રીતે પ્રભાવિત કરે છે. મારા ડોક્ટરે મને સૌથી પહેલી વાત જે કહી તે એ હતી કે હું કારણ વગરની ચિંતા ના કરુ. મેં તેમની વાત સાંભળી અને પોઝિટિવ રહેવાનો પ્રયત્ન કરું. જાસ્મિન પોતે પણ કોરોના સંક્રમિત હતી અને કોટામાં તેના માતા પણ કોરોના સંક્રમિત હતા.

જાસ્મિન જમ્મૂમાં આઈસોલેશનમાં હતા. આ વિષે જાસ્મિન જણાવે છે કે, હું તે સમયે ઘણી અસહાય અનુભવી રહી હતી કારણકે હું અને મારી માતા એકબીજાથી ઘણાં દૂર હતા. એક દિવસ મને ગુસ્સો આવ્યો અને મેં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કારણકે મારી મમ્મીને હોસ્પિટલમાં બેડ નહોતો મળી રહ્યો. મને આશા હતી કે કદાચ કોઈ લીડ મળી જાય. અમુક લોકોએ મને મેસેજ કર્યો કે હું સ્વાર્થી છું કારણકે આ સ્થિતિમાં મારી મમ્મી સાથે નથી. હું તેમને જણાવી નહોતી શકતી કે મને જજ ના કરો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.