અલી જાસ્મીન-પરિવાર સાથે કાશ્મીરમાં બર્થ ડે ઉજવશે
મુંબઈ: અલી ગોનીએ ભલે ‘બિગ બોસ ૧૪ની ટ્રોફી ન જીતી હોય પરંતુ તેણે લાખો ફેન્સના દિલો જીતી લીધા છે. અલી ગોની ટોપ-૩માં જગ્યા નહોતો બનાવી શક્યો, જેનું તેને દુઃખ છે, પરંતુ ખુશી છે કે તેણે ફેન્સનો ભરપૂર પ્રેમ જીત્યો. બિગ બોસ ખતમ થયા બાદ હવે અલી ગોની હવે હોલિડે મૂડમાં છે અને જાસ્મિન ભસીન સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવાના પ્લાનિંગમાં છે. ત્યારે જ તો બંને કાશ્મીરમાં ફરવા માટે નીકળી પડ્યા છે.
હાલમાં જ તેમને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરાયા હતા. બિગ બોસની ટ્રોફી જીતવાથી ચૂકેલા અલી ગોનીએ લાખો ફેન્સના દિલો જીત્યા, ૨૫મી ફેબ્રુઆરીએ અલીનો જન્મદિવસ છે.ઉલ્લેખનીય છે કે અલી ગોનીનો ૨૫ ફેબ્રુઆરીએ જન્મદિવસ છે અને તે કાશ્મીરમાં જ જાસ્મીન અને પરિવાર સાથે જન્મદિવસ ઉજવશે. અલી અને જાસ્મીનના વિડીયો પર ફેન્સ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. ફેન્સે લખ્યું કે, તેમને અલી ગોની પર ગર્વ છે.
ભલે અલીએ ‘બિગ બોસ ૧૪’ની ટ્રોફી ન જીતી હોય, પરંતુ લોકોનું દિલ જીતી લીધું છે. ઉલ્લેખનીય છે કે અલી ગોની કાશ્મીરનો રહેનારો છે અને તેનો પરિવાર ત્યાં રહે છે. બની શકે કાશ્મીરમાં ફરવાની સાથે અલી જાસ્મીનને પોતાના પરિવાર સાથે મળવા માટે લઈ જઈ રહ્યો છે. અલી અને જાસ્મીને બિગ બોસના ઘરમાં જ પોતાની રિલેશનશીપને કન્ફર્મ કરી હતી અને કહ્યું હતું કે, જાે બંનેના પેરેન્ટ્સ માની જશે
તો જલ્દી જ લગ્ન કરી લેશે. લગ્નના પ્લાનિંગને લઈને અલી ગોનીએ એકવાર બિગ બોસના ઘરમાં ટાસ્ક દરમિયાન કહ્યું હતું કે, આ સાચું છે કે જાશ્મીનને હું ક્લોજ છીએ. સારા મિત્ર છીએ પરંતુ મિત્ર હોવું અને રિલેશનશીપમાં હોવું અલગ વાત છે. એવામાં હું રૂબિનાની સલાહ પર ચાલીશ. તેણે મને પહેલા ડેટિંગનો અનુભવ લેવા, પછી સગાઈ અને પછી લગ્ન માટે કહ્યું છે.