અલી ફઝલ હોલિવૂડ મૂવીમાં લિડ રોલમાં જોવા મળશે
મુંબઈ: બોલીવુડ અભિનેતા અલી ફઝલએ ભારતીય ફિલ્મ ઈડસ્ટ્રીઝનું એક એવું નામ છે જેણે વિદેશમાં પણ ઓળખ મેળવી છે. હોલીવૂડ અને બ્રિટીશ પ્રોજેક્ટ્સમાં કામ કરી ચૂકેલો અલી ફઝલ હવે એક હોલીવુડની વોર ડ્રામા ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવતો જોવા મળશે. આ ફિલ્મનું નામ કોડ નેમઃ જોની વોકર હશે. આ ફિલ્મએ જ નામની નવલકથા પર આધારિત છે,
જે ઇરાક યુદ્ધની સાચી વાર્તા પર આધારિત છે. આ ફિલ્મને એવોર્ડ માટે નામાંકિત થયેલ લેખક એલન વેંકસની સાથે જીમ ડેલ્ફિસ લખશે. ફિલ્મ પર સપ્ટેમ્બર ૨૦૧૫થી કામ ચાલી રહ્યું છે. કોરોના વાયરસની સ્થિતિમાંથી બહાર નીકળ્યા બાદ અલી ફઝલ સીધો લોસ એન્જલસ જશે અને સ્ટુડિયોમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. ફિલ્મની વાર્તા એક ઇરાકી વ્યક્તિ પર આધારિત છે,
જે અમેરિકન નેવી સીલ કમાન્ડો સાથે રહે છે અને એક દુભાષિયા તરીકે તેની મદદ કરે છે. જણાવી દઈએ કે આ પહેલા અલી ફઝલ ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ૭, વિક્ટોરિયા એન્ડ અબ્દુલ અને ડેથ ઓન નાઇલ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. ડેથ ઓન નાઇલી રિલીઝ કોરોના વાયરસને કારણે અટકી ગઈ. આ સિવાય અલી ફઝલની જાણીતી વેબ સીરીઝ મીરઝાપુરની બીજી સીઝન રીલીઝ થઈ ગઈ છે. જે દર્શકોને ખૂબ પસંદ પડી રહી છે.