અલ્પેશ ઠાકોર ની ચીમકી LRD ઠરાવ રદ પ્રકરણ : ૪૮ કલાકનું સરકારને અલ્ટીમેટમ ગાંધી આશ્રમ થી ગાંધીનગરની કૂચની ચીમકી
તેમ નિવેદનોથી શિસ્તબદ્ધ પક્ષ ગણાતા ભાજપના નેતાએજ ભાજપના શિસ્તના લીરેલીરા ઉડાડી રહ્યા હોવાનું કાર્યકરો અહેસાસ અનુભવી રહ્યા છે ત્યારે ગતવર્ષે કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપી ભાજપનો ખેસ ધારણ કરનાર અને રાધાનપુરથી ભાજપમાંથી રાધનપુર વિધાનસભા બેઠક પરથી હારનો સ્વાદ ચાખનાર અલ્પેશ ઠાકોરે ઠરાવ રદ કરવા સરકારને અલ્ટીમેટમ આપી સરકાર નિર્ણયન નહિ કરેતો ગાંધી આશ્રમ થી ગાંધીનગર સુધી પદયાત્રાની ચીમકી ઉચ્ચારવામા આવતા સરકાર માટે ભારે કમાઠણ સર્જાઈ છે
ત્રણ દિવસ વીતી ગયા છતાં હજી આ ઠરાવ નથી કરવામાં આવ્યો. રાજ્ય સરકારને નમ્ર અપીલ કરુ છું કે ૪૮ કલાકમાં આનો નિવેડો લાવો. સરકાર કોઈ પગલાં નહીં લે તો સોમવારે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રા કરીશ. આ પદયાત્રા સંવિધાનિક અધિકારોના રક્ષણ માટેની હશે. સંવિધાનિક અધિકારોના જતન માટે હશે. ગરીબોના અધિકારોના રક્ષણ માટે હશે. એ પછી પણ કોઈ નિવેડો નહીં આવે તો સોમવારે ગાંધીનગર પહોંચ્યા પછી આગામી રણનીતિ ઘડીશું. પરંતુ મને આશા છે કે રાજ્ય સરકાર ત્વરિત નિર્ણય કરશે. છેલ્લા બે દિવસથી કેટલાક લોકો રાજ્યમાં અરાજકતા ફેલાવવાનું કામ કરે છે. તેમને વિનંતી છે કે ગુજરાતમાં અશાંતિ ફેલાય તેમજ વર્ગ-વિગ્રહ થાય તેવું કોઈ કામ ન કરે.