અલ્બેનિયામાં 6.4ની તીવ્રતાનો ભુકંપ 6નાં મોત 300 લોકો ઘાયલ
તિરાના, અલ્બેનિયામાં મંગળવારે સવારે 6.4ની તીવ્રતાનાં ભુકંપનાં આચકા અનુભવાયા હતાં,જેમાં તિરાના અને તટવર્તી શહેર દુર્રેસમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. અમેરિકાનાં ભુવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર ભુકંપનું કેન્દ્ર બિંદું રાજધાની તિરાનાથી 30 કિમી દુર ઉત્તપ-પશ્ચિમમાં હતું,ભુકંપનાં કારણે 6 જણાનાં મોત અને 300 લોકો ઘાયલ થયા હતાં.
સંરક્ષણ વિભાગે જણાવ્યું કે ધરતીકંપ આવતા ડરનાં માર્યા પોતાના ઘરમાંથી બહાર કુદી પડતા એક વ્યક્તિનું મોત થયું હતું,રેસ્ક્યું સર્વિસનાં એક અધિકારીએ જણાવ્યું કે અન્ય એક વ્યક્તિનું મોત દુર્રેસમાં ભુકંપનાં ઝટકાનાં ઇમારત ધરાશાઇ થતા થયું હતું. બચાવકર્મી હજુ પણ ધરાશાઇ થયેલી ઇમારતોમાંથી લોકોને બહાર કાઢવાનાં પ્રયાસો કરી રહ્યા છે,અમેરિકાનાં ભુવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર સ્થાનિક સમય અનુસાર બે વાગ્યાને 54 મિનિટ પર રાજધાની તિરાના નજીકનાં ઉત્તરપશ્ચિમ શજાકમાં 10 કિમી દુર ભુકંપનાં જોરદાર ઝટકા અનુભવાયા હતાં અને તેનું કેન્દ્ર જમીનની સપાટીથી 10કિમી અંદર હતું.