અલ્લુ અર્જુન ૧૬ દિવસ બાદ વિદેશથી ઘરે આવ્યો
મુંબઈ, ફિલ્મ પુષ્પાઃ ધ રાઈઝ’માં અલ્લુ અર્જુનની જબરદસ્ત એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે. ‘પુષ્પાઃ ધ રાઈઝ’ની સફળતાને માણવાની સાથે અલ્લુ અર્જુન આગામી પ્રોજેક્ટમાં પણ વ્યસ્ત છે. ૧૬ દિવસના વિદેશ પ્રવાસ બાદ અલ્લુ અર્જુન હાલમાં જ ઘરે પરત ફર્યો છે. ત્યારે તેને ઘરે શાનદાર સરપ્રાઈઝ મળી હતી. અલ્લુ અર્જુનની દીકરી અરહાએ તેનું સુંદર સ્વાગત કરતાં દિલ જીતી લીધું હતું. દીકરીએ કરેલું સ્વાગત જાેઈને અલ્લુ અર્જુનનું દિલ પીગળી ગયું હતું.
તેણે ઘરે થયેલા સ્વાગતની ઝલક સોશિયલ મીડિયા પર બતાવી છે. અલ્લુ અર્જુન અને તેની પત્ની સ્નેહા રેડ્ડીના બે સંતાનો છે. દીકરો અયાન અને દીકરી અરહા. કામ માટે ૧૬ દિવસ ઘરથી દૂર રહેલા પિતા ઘરે પરત આવ્યા ત્યારે અરહાએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
અરહાએ ગુલબાની પાંખડીઓ અને પત્તાં વડે ‘વેલકમ નાના’ લખ્યું હતું. ફૂલોથી તૈયાર થયેલી આ રંગોળીની આગળ અરહા ઊભેલી જાેવા મળે છે. આ ફોટો શેર કરતાં અલ્લુ અર્જુને લખ્યું, વિદેશમાં ૧૬ દિવસ રહ્યા પછી ઘરે આવતાં સૌથી મીઠું સ્વાગત થયું છે. તસવીરમાં પાછળની બાજુ અયાન પણ ઊભેલો જાેવા મળે છે.
અલ્લુ અર્જુનનું સ્વાગત માત્ર તેની દીકરીએ નહીં તેની છછ ટીમે પણ કર્યું હતું. રક્ત ચંદનની તસ્કરી આધારિત ફિલ્મ ‘પુષ્પા’ની થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું હતું. અલ્લુ અર્જુન માટે ચાર ટાયર કેક લાવવામાં આવી હતી. આ સાથે જ તેનું મોટું પોસ્ટર પણ લગાવાયું હતું. ટીમ તરફથી થયેલા આ સ્વાગતથી અર્જુન ગદ્ગદ્ થયો હતો અને તેમનો આભાર માન્યો હતો. અલ્લુ અર્જુને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ સ્વાગતની પણ ઝલક બતાવી હતી.
થોડા દિવસ પહેલા જ અલ્લુ અર્જુને દુબઈથી પોતાની તસવીર શેર કરી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, તે દુબઈમાં આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. એક્ટરે શેર કરેલા ફોટોમાં તેની પીઠ જાેવા મળે છે અને તે દુબઈના સુંદર નજારાને માણતો જાેવા મળી રહ્યો છે. અલ્લુએ બ્લેક હાર્ટ ઈમોજી સાથે આ તસવીર શેર કરી હતી.
વર્કફ્રંટની વાત કરીએ તો, અલ્લુ અર્જુન છેલ્લે સુકુમારની ‘પુષ્પાઃ ધ રાઈઝ’માં જાેવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે ફહાદ ફાસિલ અને રશ્મિકા મંદાના પણ હતા. ફિલ્મ ૧૭ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી. કોરોનાના વધતા કેસ વચ્ચે પણ બોક્સઓફિસ પર આ ફિલ્મે ધમાલ મચાવી હતી.SSS