અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર પ્રતિબંધ મૂક્યો

પ્રયાગરાજ, અલ્હાબાદ હાઇકોર્ટે વારાણસીની કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વે પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે વારાણસીની કોર્ટમાં આ મામલા સંબંધિત અન્ય તમામ કાર્યવાહી પર પણ રોક લગાવી દીધી છે.
અરજીકર્તા વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યુ કે બે અઠવાડિયા બાદ અલ્હાબાદ હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી થશે. તે સમયે અમે આને પણ હાઈકોર્ટ સમક્ષ રાખીશુ.
જ્ઞાનવાપી મસ્જિદ પક્ષ મસ્જિદ પરિસરનુ પુરાતાત્વિક સર્વેક્ષણ કરાવવાના પક્ષમાં નથી. આ કારણ છે કે પહેલા સિવિલ જજના નિર્ણય વિરૂદ્ધ યુપી સુન્ની સેન્ટ્રલ બોર્ડ ઑફ વકફ અને આ બાદ અંજુમન ઈંતજામિયા મસાજિદે પુનરાવર્તન/દેખરેખ અરજી દાખલ કરી હતી.
વારાણસીમાં જ્ઞાનવાપી પરિસરમાં મંદિર હતુ અથવા મસ્જિદ, આને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ મામલે કોર્ટમાં 1991થી કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં 8 એપ્રિલ 2021માં સિવિલ જજ સીનિયર ડિવીઝન ફાસ્ટ ટ્રેક કોર્ટ તરફથી ASI સર્વેક્ષણનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટના આદેશ અનુસાર, કેન્દ્રીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા 5 સદસ્યીય વિશેષજ્ઞોની ટીમ બનાવીને જ્ઞાનવાપી પરિસરનુ ખોદકામ કરીને ધાર્મિક સ્વરૂપ અને શિવલિંગ હોવાની શોધખોળ કરવામાં આવશે.