અલ કાયદાના આતંકવાદીઓએ ‘કાશ્મીર અમારું છે’ નામનો વીડિયો જારી કર્યો
નવીદિલ્હી, વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદી સંગઠનોમાંના એક અલ કાયદાએ એક સપ્તાહમાં બીજી વખત કાશ્મીર વિશે એક વીડિયો જાહેર કર્યો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન સ્થપાયા બાદ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ફરી શરૂ થવાનો ભય હતો અને હવે અલકાયદા જેવા આતંકવાદી સંગઠનોએ વિડીયો બહાર પાડવાની અને કાશ્મીર વિશે પ્રચાર ફેલાવવાની રમત શરૂ કરી છે.
ભારતીય ઉપખંડમાં સ્થિત આતંકવાદી સંગઠન અલ કાયદાના આતંકવાદીઓએ ‘કાશ્મીર અમારું છે’ નામનો વીડિયો જારી કર્યો છે. ૧૮ મિનિટના આ વિડીયોમાં બાબરી મસ્જિદ ધ્વંસ, બાળકો અને મહિલાઓ પર અત્યાચારની વાત કરવામાં આવી છે. તેમાં “ભારતીય સેના દ્વારા ત્રાસ” નો પણ ઉલ્લેખ છે.
અલ કાયદાએ તેના વિડીયોમાં કહ્યું કે તેઓએ ઉપર જણાવેલ કારણો માટે બંદૂકો ઉપાડી છે. તમને જણાવી દઈએ કે, વીડિયોમાં ગયા અઠવાડિયે એવું કહેવામાં આવ્યું હતું કે આસામમાં બદલો લેવાની વાત ચાલી રહી છે. ટોચના ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું કે અલ-કાયદા, ટીઆરએફ અને અન્ય આતંકવાદી સંગઠનો પાકિસ્તાન દ્વારા બનાવવામાં આવ્યા છે અને વીડિયોની સ્ક્રિપ્ટ પાકિસ્તાનમાં લખાઈ છે.
ભારતના ટોચના ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે, એફએટીએફ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો ગ્રે-લિસ્ટેડ થયા બાદ હવે પાકિસ્તાને પ્રોપેગેંડા ફેલાવવા માટે આવા નકલી સંગઠનોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.
એક રિપોર્ટમાં તાલિબાનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, કાશ્મીર સહિત ક્યાંય પણ મુસ્લિમોની તરફેણમાં બોલવાનો અધિકાર છે. જાે કે, જ્યારે તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીનનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે તેમના શબ્દોને તોડી મરોડીને પેશ કરવામાં આવ્યા છે.
તાલિબાને કહ્યું હતું કે કાશ્મીરનો મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો છે અને માત્ર ભારત અને પાકિસ્તાને જ આ સમસ્યાનો ઉકેલ લાવવાનો છે, તાલિબાનને તેની સાથે કોઈ લેવાદેવા નથી. તાલિબાનના પ્રવક્તા સુલેહ શાહીને જણાવ્યું હતું કે, જેમ ભારત અફઘાન હિંદુઓ અને શીખોની ચિંતા કરે છે, વિચારી રહ્યું છે કે ત્યાં સમસ્યા છે, વિશ્વ પણ કાશ્મીર અંગે આ જ સંદર્ભમાં ચિંતિત છે.
પ્રવક્તાએ કહ્યું કે તાલિબાનની નીતિ કોઈ પણ દેશ સામે સશસ્ત્ર અભિયાન શરૂ કરવાની નથી અને તાલિબાન આ માટે તેની ભૂમિનો ઉપયોગ કરવા દેશે નહીં. બીજીત તરફ તાલિબાન પ્રવક્તા શાહીને દોહામાં તેમની રાજકીય કાર્યાલયમાંથી ગુરુવારે વીડીયો લિંક દ્વારા બીબીસીને એક ઇન્ટરવ્યુ આપ્યો છે, જેમાં તાલિબાન પ્રવક્તાએ કહ્યું છે કે, અમે અમારો અવાજ ઉઠાવશું અને કહીશું કે કાયદા અનુસાર મુસ્લિમો તમારા પોતાના લોકો છે અને તેઓ સમાન અધિકારોના હકદાર છે.HS