અવમાનનના કેસ પ્રશાંતે વિના શરતે માફી માંગવાનો ઇન્કાર કર્યો
નવીદિલ્હી, વરિષ્ઠ વકીલ અને સામાજિક કાર્યકર્તા પ્રશાંત ભૂષણે અવમાનના મામલામાં સુપ્રીમ કોર્ટથી શરત વિના માફી માંગવાનો ઇન્કાર કરી દીધો છે તેમનું કહેવુ છે કે તેમનું નિવેદન સદ્ભાવનાપૂર્ણ હતાં અને જાે તે માફી માંગશે તો એ તેમની અંતરાત્મા અને તે સંસ્થાનની અવમાનના હશે જેમાં તે સર્વોચ્ચ વિશ્વાસ રાખે છે એ યાદ રહે કે ૨૦ ઓગષ્ટે પ્રશાંત ભૂષણ અવમાનના મામલામાં સુપ્રીમ કોર્ટને સજા પર સુનાવણી ટાળી દીધી હતી કોર્ટે તેમની પાસે લેખિત નિવેદન પર ફરીથી વિચાર કરવા કહ્યું હતું અને તેને તેના માટે બે દિવસનો સમય આપ્યો હતો.
આ સાથે પ્રશાંતે પોતાના વિવાદિત ટ્વીટને લઇ સુપ્રીમ કોર્ટથી વિના શરતે માફી માંગવાનો ઇન્કાર કરી દીધો છે તેમણે અવમાનના મામલામાં જવાબ દાખલ કર્યો સુપ્રીમ કોર્ટ પહેલા જ નિર્ણય સુરક્ષિત રાખી ચુકી છે કોર્ટે ભૂષણને આજ સુધી તક આપી હતી કે તે વિના શરતે માફી માંગી લે પરંતુ તેમણે જવાબમાં કહ્યું કે મારા ટ્વીટ્સ સદ્ભાવપૂર્ણક વિશ્વાસ હેઠળ હતાં જેના પર ગું આગળ પણ કાયમ રહેવા માંગુ છું આ માન્યતાઓ પર અભિવ્યક્તિ માટે સશર્ત કે વિના શરતની માફી નિષ્ઠાહીન હશે તેમણે કહ્યું કે હું સમગ્ર સત્ય અને વિવરણની સાથે સદ્ભાવનામાં મેં નિવેદન આપ્યું છે જે અદાલત દ્વારકા ઉકેલાયા નથી જાે હું આ અદાલત સમક્ષ ફરી જવું તો મારૂ માનવું છે કે મારી નજરમાં મારા અંતકરણની અવમાનના થશે.HS