અવમાનના મામલે માલ્યાની અરજી પર નિર્ણય સુરક્ષિત
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે ઉદ્યોગપતિ વિજય માલ્યાની તે અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો જેમાં અદાલતની અવમાનના મામલામાં ૨૦૧૭માં સંભળાવવામાં આવેલ આદેશ પુનર્વિચારની વિનંતી કરવામાં આવી હતી હકીકતમાં ભાગેડુ કારોબારી માલ્યાએ સુપ્રીમ કોર્ટના ૯ મે ૨૦૧૭ના તે આદેશ પર પુનર્વિચાર માટે અરજી દાખલ કરી હતી જેમાં તેણે ન્યાયિક આદેશોને દરકિનારે કરી પોતાના બાળકોના ખાતામાં ચાર કરોડ અમેરિકી ડોલર સ્થાનાંતરિત કરવા પર અદાલતની અવમાનનાનો દોષિત જાહેર કર્યા હતાં.
ન્યાયમૂર્તિ યુ યુ લલિત અને અકોશ ભૂષણે મામલામાં દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો અદાલતે જુનમાં પોતાની રજીસ્ટ્રીને એ બતાવવા માટે કહ્યું હતું કે ગત ત્રણ વર્ષમાં માલ્યાની પુનર્વિચાર અરજીને સંબંધિત અદાલતની સમક્ષ યાદીબધ્ધ કેમ કરવામાં આવી નથી તેણે રજિસ્ટ્રીને ગત ત્રણ વર્ષમાં અરજીને સંબંધિત ફાઇલને જાેનાર અધિકારીઓના નામો સહિત તમામ માહિતી ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું હતું.
નવ હજાર કરોડ રૂપિયાથી વધુના બેંક લોન દગાબાજી મામલામાં આરોપી માલ્યા હાલ બ્રિટનમાં છે સુપ્રીમ કોર્ટે ૨૦૧૭માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વવાળી બેંકોના સમૂહની અરજી પર એ આદેશ આપ્યો હતો અરજીમાં કહેવામાં આવ્યું હતું કે માલ્યાએ કહેવાતી રીતે વિવિધ ન્યાયિક આદેશનું ખુલ્લેઆમ ભંગ કરી બાળકોના ખાતામાં નાણાં જમા કરાવ્યા હતાં.HS