અશરફ ગની કઠિન સ્થિતિમાં અફઘાન છોડીને ભાગી ગયાઃ બાઈડન

બાઇડને કહ્યું કે મને મારા ર્નિણય પર કોઈ ખેદ નથી કે મેં અફઘાનિસ્તાનમાં અમેરિકાની લડાઈને સમાપ્ત કરી
વોશિંગટન, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાે બાઇડનએ સોમવાર મોડી રાત્રે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા અને અમેરિકાની સેનાના પુલ આઉટના મુદ્દા પર દેશને સંબોધિત કર્યો. અફઘાની નેતૃત્વ પર ઠીકરું ફોડતા બાઇડને કહ્યું કે પોતાના લોકોની ભલાઈ માટે એકજૂથ થવામાં અફઘાની નેતા નિષ્ફળ રહ્યા.
જ્યારે સૌથી વધુ જરૂર હતી ત્યારે તેઓ પોતાના ભવિષ્ય માટે ઊભા ન રહી શક્યા. બાઇડને કહ્યું કે મને મારા ર્નિણય પર કોઈ ખેદ નથી કે મેં અફઘાનિસ્તાનમાં અમેરિકાની લડાઈને સમાપ્ત કરી. બાઇડને કહ્યું કે, અમે કયા હાલાતમાં અફઘાનિસ્તાથી સેના પરત બોલાવી, તે તમે બધા લોકો જાણો છો. અમારી સેના સતત લડવાનું જાેખમ ન ઉઠાવી શકે.
બાઇડને કહ્યું કે, ૨૦ વર્ષ બાદ હું શીખ્યો છું કે અમેરિકાની સેના (અફઘાનિસ્તાનથી) પરત બોલાવવાનો યોગ્ય સમય ક્યારેય નહોતો. અમે જાેખમ વિશે સ્પષ્ટ છીએ, આ અમારી અપેક્ષાથી ઘણું વધારે ઝડપથી સામે આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે, મને ખબર છે કે આ ર્નિણય માટે મારી ટીકા થશે પરંતુ મને દરેક ટીકા મંજૂર છે.
હું તેને આગામી બીજા રાષ્ટ્રપ્રમુખ માટે નહોતો છોડી શકતો. અફઘાનિસ્તાનથી બહાર નીકળવાનો યોગ્ય સમય ક્યારેય નહોતો. ચાર રાષ્ટ્રપ્રમુખોના કાર્યકાળમાં ચાલતું રહ્યું અને મારા પાંચમા માટે આ છોડીને નહોતો જઈ શકતો. આપણે આપણા સૈનિકોને અનંત સમય સુધી કોઈ બીજા દેશના નાગરિકોના સંઘર્ષમાં ન ઉતારી શકાય.
આપણે આ ર્નિણય લેવાનો જ હતો. રાષ્ટ્રને નામ પોતાના સંબોધનમાં જાે બાઇડને પુલ આઉટ ડીલનું ઠીકરું પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના માથે ફોડ્યું. તેમણે વધુમાં કહ્યું કે, જાે અફઘાન સેના લડવા માટે તૈયાર નહોતી તો અમેરિકનોને ત્યાં પોતાનો જીવ ગુમાવવાની જરૂર નહોતી.
જાે જરૂર હશે તો આતંકવાદની વિરુદ્ધ અફઘાનિસ્તાનમાં કડક કાર્યવાહી કરીશું. બાઇડને કહ્યું કે, ૨૦ વર્ષ પહેલા અમે અફઘાનિસ્તાનમાં ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ હુમલાખોરોને પકડવાના લક્ષ્ય સાથે આવ્યા હતા. આપણે એવું પણ સુનિશ્ચિત કરવાનું હતું કે અલ-કાયદા ફરીથી અફઘાનિસ્તાનને બેઝ બનાવીને આપણી ઉપર હુમલો ન કરી શકે.
આપણે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પૂર્ણ પણે સફળ રહ્યા છીએ. આપણે અફઘાનિસ્તાનમાં અલ-કાયદાને સાફ કરી દીધું. આપણે ઓસામા બિન લાદેનને શોધી કાઢ્યો અને તેનો ખાતમો કરી દીધો.