અશાંત પંજાબથી પાકિસ્તાનને થઈ રહ્યો છે ફાયદો: કેપ્ટન અમરિંદર સિંહ
ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સિંઘુ બોર્ડર પર થયેલી હિંસાની પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું ગણાવ્યું છે. અમરિંદર સિંહે પંજાબને અશાંત કરવાની પાકિસ્તાનની ષડયંત્રને લઈને કેન્દ્ર સરકારને સતર્ક કર્યા છે.
તેમણે કહ્યું કે પંજાબના અશાંત રહેવાથી પાકિસ્તાને ફાયદો થાય છે. પંજાબના સીએમ કેન્દ્ર સરકારને ચેતવ્યા છે કે ખેડૂત આંદોલનની શરુઆતથી પાકિસ્તાન સતત ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે. પાકિસ્તાન તરફથી સતત પંજાબ બોર્ડર પર ડ્રોનની મદદથી હથિયાર મોકલી રહ્યુ છે.
કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે કેન્દ્ર સરકારને પાકિસ્તાનની ચાલથી સતર્ક રહેવાની જરુર છે. પાકિસ્તાન પંજાબ બોર્ડર પર સતત ડ્રોનની મદદથી હથિયાર, પૈસા અને હેરોઈનનો સપ્લાય કરી રહ્યું છે. અમરિંદર સિંહે કેન્દ્ર સરકારને ચેતવતા કહ્યુ છે કે પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓ ભારતમાં પોતાના સ્લીપર સેલને એક્ટિવેટ કરી શકે છે. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે તે ત્યાં લાંબા સમયથી કેન્દ્રને ચેતવણી આપતા રહ્યા છે કે પાકિસ્તાન ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
કેપ્ટને કહ્યું કે દિલ્હીમાં જ્યારથી કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન શરુ થયું છે ત્યારથી પાકિસ્તાન આ કૃત્ય કરી રહ્યું છે. જ્યારે નવેમ્બરમાં જ્યારે ખેડૂત આંદોલન દિલ્હી સિફ્ટ થયું ત્યારે તેઓ ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા ત્યારે પણ તેમને આ અંગે ચેતવ્યા હતા.સિંહે કેન્દ્ર સરકારને દિલ્હી હિંસા પગલે ઉંડાણપૂર્વક તપાસ કરવા અપીલ કરી છે. સીએમનું કહેવું છે કે આ સુનિયોજિત રીતે ખેડૂતો અને તેમના સન્માન પર હુમલો કરાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન જે ઈચ્છી રહ્યું છે તે થઈ રહ્યુ છે. અમરિંદર સિંહે કહ્યું કે મને નથી લાગતુ કે ખેડૂતો હિંસામાં જાેડાયેલા હતા.
અમરિંદર સિંહે કહ્યું કે દેશની ગુપ્તચર એજન્સી એ શોધે કે આ હુમલા પાછળ કોનો હાથ છે. તેમણે કહ્યું કે મને નથી લાગતુ કે સ્થાનીક લોકો ખેડૂતોની સાથે આવો વ્યવહાર કરી શકે. લાલ કિલ્લા પર થયેલી હિંસાને લઈને ખેડૂતોને બદનામ કરવાનું બંધ કરવું જાેઈએ. તેમણે કહ્યું કે જાે ખેડૂતોને આવી રીતે બદનામ કરવામાં આવશે તો પંજાબમાં યુવાનોનું મનોબળ તુટી જશે.HS