અશોક ગેહલોતના ભાઈને ત્યાં સીબીઆઈના દરોડા
નવી દિલ્હી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઈ અગ્રસેનના અનેક ઠેકાણાઓ પર સીબીઆઈએ દરોડો પાડ્યો છે. અગ્રસેનના જાેધપુર સ્થિત આવાસ ખાતે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત સીબીઆઈના અધિકારીઓ તેમના મંડોર ખાતેના મકાનમાં પણ શુક્રવાર સવારથી તપાસ કરી રહ્યા છે.
અગાઉ ઈડી દ્વારા પણ આ પ્રકારે દરોડો પાડવામાં આવેલો છે. જાેકે હજું સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, સીબીઆઈ દ્વારા ખાતર કૌભાંડ મામલે દરોડો પાડવામાં આવ્યો છે કે, અન્ય કોઈ કેસ અંતર્ગત કાર્યવાહી થઈ રહી છે.
અગ્રસેન ગેહલોત પર યુપીએ સરકાર દરમિયાન વર્ષ ૨૦૦૭થી ૨૦૦૯ દરમિયાન સબસિડીવાળા ખાતરની નિકાસ કરવાનો આરોપ છે.
ખેડૂતોને સબસિડી પર મળતા મ્યુરિએટ ઓફ પોટાશની વિદેશમાં નિકાસ કરવા મામલે કસ્ટમ ડિપાર્ટમેન્ટે અગ્રસેન ગેહલોતને ૬૦ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં અગાઉ ઈડીએ પણ તેમના ઘર સહિતના સ્થળોની તપાસ કરી હતી. ઉપરાંત ગત વર્ષે સપ્ટેમ્બર મહિના દરમિયાન આશરે ૭ કલાક સુધી તેમની પુછપરછ ચાલી હતી.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજસ્થાન રાજ્યસભાની ૩ બેઠકો પર મળેલા વિજય બાદ ઉત્સાહિત છે તેવા સમયે જ આ દરોડો પાડવામાં આવ્યો છે. અશોક ગેહલોત હાલ દિલ્હીમાં ઈડી દ્વારા રાહુલ ગાંધીની પુછપરછ કરવામાં આવી તે દરમિયાન જે વિરોધ પ્રદર્શનો થયા તેમાં સક્રિય જણાયા છે.SS2KP