અશ્લીલ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપતી એક ગેંગને પોલીસે ઝડપી લીધી
ગાઝીયાબાદ, આજકાલ ઓનલાઈન ફ્રોડ અને બ્લેકમેઈલીંગનાં કિસ્સા વધી રહ્યા છે. અશ્લીલ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપતી આવી જ એક ગેંગને પોલીસ ઝડપી લીધી હતી.
પોલીસ ઝડપેલા આ રેકેટમાં આરોપીઓ સોશ્યલ મીડિયા પર લોકોનાં ન્યુડ વિડીયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપતા હતા. આ ગ્રુપ ઘણા સમયથી એક્ટિવ હતું અને આ પ્રકારની પ્રવૃત્તિ કરતું હતું. ગાઝિયાબાદ પોલીસ રાજકોટમાં રેટ એક વ્યક્તિ જેનું નામ તુષાર ઓળખવામાં આવ્યું હતું તેની ફરિયાદને પગલે ધરપકડો કરી હતી. તુષારે રાજકોટમાં ફરિયાદ કરી હતી કે તેની પાસે બ્લેકમેલીંગ કરીને ૮૦ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા.
ગાઝિયાબાદ પોલીસ અને સાયબર ટીમે યોગેશ ગૌતમ અને તેની પત્ની સપના ગૌતમની ધરપકડ કરી હતી. આ બંને લોકો આ ગ્રૂપના એક્ટિવ મેમ્બર્સ ઓળખાયા હતા. બંને પતિ પત્ની મળીને રાજ્યોના લોકોનાં અશ્લીલ વિડીયો બનાવીને તેઓને બ્લેકમેલ કરતાં હતા.
બંનેને રાજનગર એક્સટેન્શન પાસેથી ઝડપી લેવામાં આવ્યા હતા. આ ગેંગ પાસેથી અનેક પોર્ન વિડીયો, આપત્તિજનક સામગ્રી, લેપટોપ, મોબાઈલ, અશ્લીલ સીડી, મેમરી કાર્ડ, પેનડ્રાઇવ, સેકસ ટોયસ, મહિલાઓ પાસેથી અલગ અલગ સેકસ ટોય્ઝ વગેરે સામગ્રી મળી આવી હતી.
ગાઝિયાબાદ એસપી નિપુણ અગ્રવાલે કહ્યું હતું કે આ ગેંગનો મુખ્ય માણસ અને તેની પત્નીને તેઓએ ઝડપી પડ્યા હતા તેઓ થોડા વર્ષ પહેલા ઓસ્ટ્રેલીયામાં રહેતા એક વ્યક્તિના સંપર્કમાં હતા. તેઓને ત્યાંથી બ્લેકમેલિંગનો આઇડિયા આવ્યો હતો અને તેમણે બે વર્ષ બાદ સુધી આ ધંધો શરૂ રાખ્યો હતો. તેઓ ગેંગ ચલાવતા હતા અને છોકરીઓને નોકરી આપવાના બહાને અશ્લીલ વોઇસ કોલ અને વિડીયો કોલ કરાવતા હતા. ત્યાર બાદ લોકો તેમની ઝાળમાં એક વાર ફસાઈ જાય પછી તેમણે પર્સનલ વોટ્સઅપ નંબર આપીને અશ્લીલ વિડીયો ચેટ શરૂ કરાવતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર જે છોકરી ચેટ કરતી હતી તે ૨૫૦૦૦ રૂપિયા મહિનાના અને જે છોકરી કોલ કરતી હતી તે ૧૦,૦૦૦ રૂપિયા પ્રતિ મહિના લેતી હતી. તેઓ સ્ટ્રીપચેટ નામની નકલી વેબસાઇટ ચલાવતા હતા. પોલીસ જ્યારે તપાસ કરી તો ૮ જેટલા બેન્ક અકાઉન્ટ મળ્યા હતા અને તેમ ૪ કરોડ જેટલી રકમ પણ જમા હતી. આ રકમ આ રીતે લોકો પાસેથી પડાવેલી હોવાની અટકળ પોલીસ દ્વારા લગાવવામાં આવી રહી છે.HS