Western Times News

Gujarati News

અશ્વિન કરતા અડધું પણ કૌશલ્ય હોત તો હું ઘણું સારૂ કરી શકતઃ અક્ષય પટેલ

શાહજહા, સ્પિનર અક્ષર પટેલે ઈન્ડિયન પ્રીમિયર લીગ ૧૪ની સીઝનમાં સારૂ પર્ફોમ કર્યું છે. દિલ્હી કેપિટલ્સની ટીમમાંથી રમીને બોલર તરીકે સારી એવી કેરિયર બનાવી છે. રવિચંદ્રન અશ્વિન સાથે સારી બોલિંગ કરીને એક બેસ્ટ પાર્ટનરશીપ નિભાવી છે. અશ્વિન પંજાબ કિંગ્સમાંથી દિલ્હી કેપિટલ્સમાં સામિલ થયો હતો. ત્યારથી બંનેની જાેડી મેદાન પર તરખાટ મચાવી રહી છે.

અક્ષર પટેલે અશ્વિનની ક્ષમતા અંગે ચર્ચા કરી હતી. તેણે કહ્યું કે, હું એનાથી ઘણો અલગ છું. અશ્વિન જમણા હાથે સ્પિન કરે છે. જ્યારે હું લેફ્ટી છું. હું એક ઓર્થોડોક્સ સ્પિનર છું. સ્ટોક ડિલેવરી પણ એકબીજાથી ઘણી અલગ છે. અશ્વિન એક અલગ માનસિકતા ધરાવતો વ્યક્તિ છે. ઘણો સારો ખેલાડી છે. એની સમજશક્તિ મારા કરતા ઘણી વધારે છે.

જાે મારી પાસે એના કરતા અડધું પણ કૌશલ્ય હોત તો હું ઘણું સારૂ કરી શકત. હું એ જાેવાનો પ્રયત્ન કરૂ છું કે, અલગ અલગ સ્થિતિમાં એનું દિમાગ કેવી રીતે કામ કરે છે. દરેક બેટ્‌સમેન માટે એની પાસે જુદા જુદા પ્લાન છે. કોઈ પણ મુદ્દાને અશ્વિન ઘણા ઊંડાણથી વિચારીને પગલાં લે છે. જ્યારે હું એની સાથે વાત કરૂ છું ત્યારે એ કહે છે કે, ક્યા બેટ્‌સમેન સામે કેવી રીતે બોલિંગ કરવી જાેઈએ. એની જે ખાસિયત છે એ મને શીખવે એવું હું નથી કહેતો.

અમે મેદાન અને વિચાર અંગે સૌથી વધારે ચર્ચા કરીએ છીએ. અક્ષરે અત્યાર સુધીમાં કુલ ૫૩ આંતરરાષ્ટ્રીય મેચ રમેલા છે. જ્યારે અશ્વિને ૨૩૬ આંતરરાષ્ટ્રીય મેચનો અનુભવ છે. દિલ્હીને ચાર વિકેટથી હરાવીને ચેન્નાઈ નવમી વખત આઇપીએલની ફાઈનલમાં પહોંચી ગઈ છે.

ધોનીએ આખરી ઓવરમાં ૩ ચોગ્ગા ફટકારી ચેન્નાઈને જીતાડયું છે. આમ આ વખતે પણ ધોની બેસ્ટ ફિનિશર સાબિત થયો છે. દિલ્હી કેપિટલ્સને હવે ૧૩મી ઓક્ટોબરે ક્વોલિફાયર-ટુમાં રમવા મળશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.