અશ્વોની સારવાર માટે અમદાવાદમાં હાઈટેક વેટરનીટી હોસ્પીટલ ઉભી કરવાની માંગ
ગાંધીનગર ઉચ્ચસ્તરે રજુઆત કરાઈઃ ગુજરાતમાં આણંદ, નવસારી, ડીસા તથા જૂનાગઢમાં ઘોડાની સારવાર માટે હોસ્પીટલ
અમદાવાદ અને તેની આસપાસ લાખ કરતા વધારે અશ્વોઃ સારવારની સુવિધાનો અભાવ
આણંદમાં એશિયાની સૌથી શ્રેષ્ઠ વેટરનીટી હોસ્પીટલ છે પરંતુ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના લોકોને ઘોડાની સારવાર માટે ટ્રાન્સપોર્ટ મારફતે છેક આણંદ સુધી અશ્વને લઈ જવો પડે છે.
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ‘ચેતક મહાન હૈ તું, બીજલી કા બાન હૈ તું’ આ શબ્દો સાંભળીએ આપણી નજર સમક્ષ મહારાણા પ્રતાપનો તેજસ્વી ઘોડો ચેતક આવી જાય. પરંતુ કમનસીબે આજે ‘શ્વાન‘ કે ગાય સહિતના પ્રાણીઓની સારવાર માટે જે પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે એવી અશ્વ માટે નથી.
અશ્વને થતાં રોગ સામે સારવાર માટેે ગુજરાતમાં માત્ર ચાર સ્થળો આણંદ, નવસારી, ડીસા અને જૂનાગઢ ખાતે વેટરનીટી હોસ્પીટલ આવેલી છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં અશ્વની સારવાર માટે કોઈ જ હોસ્પીટલ નહીં હોવાથી અશ્વને દુર સુધી ટ્રાન્સપોર્ટ મારફતે લઈ જવા પડે છે. જે ખુબ જ મુશ્કેલ હોવાની સાથે જયારે ઘોડાને વધારે તકલીફ હોય એવા સંજાેગોમાં અશ્વ માટે ઘાતક સાબિત થાય છે.
અશ્વોની માટે અમદાવાદ કે તેની આસપાસના વિસ્તારમાં હાઈટેક વેટરનીટી હોસ્પીટલ બનાવવામાં આવે અને તે તમામ સુવિધાઓથી સુસજ્જ હોય એવી લાગણી અશ્વપ્રેમીઓ વ્યક્ત કરી રહ્યા છે. જાણીતા અશ્વપ્રેમી રવિકાંતભાઈ પરમારના નેતૃત્વ હેઠળ અશ્વ પ્રેમીઓના એક પ્રતિનિધિ મંડળે તાજેતરમાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરે આ મામલે રજુઆત કરીને અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં હાઈટેક વેટરનીટી હોસ્પીટલ ખોલવામાં આવે એવી લાગણી વ્યક્ત કરી હતી.
આ અંગે વધુ વિગતો માટે અશ્વ પ્રેમી રવિકાંતભાઈ પરમારનો ‘વેસ્ટર્ન ટાઈમ્સે’ સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં અશ્વો હશે. પરંતુ અશ્વની સારવાર માટે છેક આણંદ સુધી જવુ પડે છે. આણંદમાં એશિયાની સૌથી શ્રેષ્ઠ વેટરનીટી હોસ્પીટલ છે.
તે સિવાય રાજયમાં નવસારી, ડીસા અને જૂનાગઢ ખાતે હોસ્પીટલ છે. આશ્ચર્યની વાત એ છે કે અમદાવાદ અને તેની આસપાસ આટલી મોટી સંખ્યામાં અશ્વ હોવા છતાં એક પણ વેટરનીટી હોસ્પીટલ નથી.
ઘોડાને ટ્રાન્સપોર્ટ મારફતે છેક આણંદ લઈ જવો પડે છે. જેમાં ઘોડાને ભારે તકલીફ પડે છે. જાે યોગ્ય સમયમર્યાદામાં સમયસર સારવાર ન મળે તો અશ્વ મરી જાય છે. આવા દાખલાઓ પણ જાેવા મળ્યા છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મોટા ફાર્મ આવેલા તેમાં પણ અશ્વો હોય છે. તો ગુજરાતના પોલીસ વિભાગના અશ્વદળના ઘોડાઓની સારવાર માટે તેમને પણ છેક આણંદ જવુ પડે છે.
અમદાવાદમાં ઘોડા માટેના ‘વેટરનીટી ડોક્ટરો છે. પરંતુ તેઓ પણ હવે શ્વાનની સારવાર કરવા તરફ વળ્યા છે. અમદાવાદમાં એક મોટી હાઈટેક વેટરનીટી હોસ્પીટલ ખુલવી જરૂરી છે. જાે એમ થાય તો લાખો અશ્વોની સારવાર અહીંયા ઉપલબ્ધ થઈ શકશે. ઘોડા માટેે એક્ષ-રે સોનોગ્રાફી સહિતની સુવિધાથી સુસજ્જ હોસ્પીટલ ખોલવામાં આવે એવી પ્રબળ લાગણી અને માંગણી અશ્વપ્રેમીઓમાં છે.
સામાન્ય રીતે એવી છાપ સમાજમાં પ્રવર્તે છે કેે ઘોડા રાખનારા માલેતુજારો હશે પરંતુ એવુૃ નથી ૪૦ ટકા લોકો એવા છે કે જેેઓ અશ્વ મારફતે પોતાનો જીવનનિર્વાહ ચલાવતા હોય છે. આ પ્રકારના લોકો પોતાનો અશ્વિ બિમાર થાય ત્યારે શું કરતા હશે??
જાે અમદાવાદ કે તેની આસપાસ નજીકના વિસ્તારમાં હાઈટેક વેટરનીટી હોસ્પીટલ ઉભી થાય તો અશ્વને થતી તકલીફમાં રાહત મળી જશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં અશ્વોની સંખ્યાને જાેતા ઝડપથી આ દિશામાં નિર્ણય લેવાય એવી અપેક્ષા અશ્વપ્રેમીઓ રાખી રહ્યા છે.