અસંગઠિત શ્રમયોગીઓની ઓળખ પ્રસ્થાપિત કરવા ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ
(જનક પટેલ) ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે અસંગઠિત શ્રમયોગીઓની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે તેઓની નોંધણી કરવા માટે ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ નોંધણી ઝૂંબેશ હાલમાં સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવી રહી છે.
તે જ પ્રમાણે બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમયોગીઓની નોંધણી માટે રાજ્ય સરકાર દ્વારા ઈ-નિર્માણ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે. અસંગઠિત અને બાંધકામ શ્રમયોગીઓને નોંધણી અંગેની તથા તેઓને મળવા પાત્ર લાભોની જાણકારી મળે અને આ બાબતે લોકોમાં જાગૃતિ ફેલાય
તે માટે આજ રોજ ગેઝીયા, જી.આઈ.ડી.સી., ગાંધીનગર ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત “અસંગઠિત શ્રમિક સંમેલન” માં મુખ્ય અતિથિ મેયર હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ અને સ્ટેન્ડિંગ ચેરમેન જસવંત પટેલ એ હાજરી આપી કાર્યક્રમની શોભામાં વધારો કર્યો.