Western Times News

Gujarati News

અસરગ્રસ્ત દરેક ખેડૂતને હવે સહાય મળી રહેશે

જૂનાગઢ, છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ મળે તેવા હેતુ થી જન આશીર્વાદ યાત્રા આજે જૂનાગઢ આવી પોહચી હતી અને કૃષી મંત્રી રાઘવજી પટેલ જાેડાયા હતા. શહેરના અલગ અલગ વિસ્તારોમાં યાત્રા ફરી હતી. જૂનાગઢમાં આજે કેબીનેટ કૃષી મંત્રી રાઘવજી પટેલે શહેરના દોલતપરા વિસ્તારથી જન આશીર્વાદ યાત્રા શરૂ કરી હતી. જેમાં ઠેર ઠેર ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું અને માર્કેટીંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતો સાથે મીટીંગ યોજી હતી.

મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કૃષી મંત્રી બનતાની સાથે પેહલો પ્રશ્નએ સામે આવ્યો છે કે, અતીવૃષ્ટિથી જે ખેડૂતોની જમીન ધોવાણ થયું છે.

ભારે વરસાદના લીધે ખેડૂતોના પાકને જે નુકશાન થયું છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને જામનગરમાં પહેલા ફેસ અતીવૃષ્ટીનો સર્વે કરવામાં આવ્યો ત્યાર બાદ ફરી અતીવૃષ્ટી અને પૂરના કારણે ગુજરાત અનેક તાલુકા અને ગામો ખેડૂતોને નુકશાન થયું છે. તેનો સર્વે કરવાની કામગીરીના આદેશ આપી દેવામાં આવ્યા છે. સર્વે થયા બાદ ખેડૂતો ને સહાય આપવામાં આવશે.

જન આશીર્વાદ યાત્રામાં પધારેલ કૃષી મંત્રી રાઘવજી પટેલે ભવાંતર યોજના વિષે કહ્યું કે, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ રાજ્ય સહીત અનેક રાજ્યોમાં યોજના ચાલી રહી છે, ત્યારે ભવાંતર યોજનાથી અનેક પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે આ યોજના ગુજરાત માટે શક્ય નથી. આજે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી માલની ખરીદી કરીને ખેડૂતોને નુકશાનીનો થાય તેવા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં ટેકાના ભાવે ખરીદીમાં કોઈ ભ્રસ્ટાચાર કે ગેરરીતીની ફરીયાદ થઇ નથી.

ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે ખેડૂતો માટે કોઈ સબસીડીની યોજના અમલ થશે કે નહિ તે મુદ્દે કૃષી મંત્રીએ જણાવ્યું કે, હાલ કોઈ અમારી પાસે માંગણી નથી અને કોઈ વિચારણા પણ નથી જયારે માસ્કના દંડ વિષે જણાવતા કહ્યુ કે માસ્કનો દંડ હાઇકોર્ટના આદેશ મુજબ દંડની રકમ લેવામાં આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.