અસલી હીરા બતાવી વેપારીને નકલી હીરા પધરાવી દીધા
શાહીબાગમાં બનેલો બનાવ : મહીલા સહીત ત્રણ ગઠીયાઓએ વેપારી
|
(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરનો વિકાસ થતાંની સાથે જ ભોળા શહેરીજનોને ઠગવા માટે ગઠીયાઓની જાણે ભરમાર થઈ હોય એવું લાગે છે. ક્યાંક સામાન્ય નાગરીકોના દાગીના ચમકાવવા કે મદદ કરવાના બહાને તો કયારેક વેપારીઓ સાથે સારા સંબંધો કેળવ્યા બાદ તેમની સાથે મોટી રકમની છેતરપીંડી કરવામાં આવે છ.
કાંકરીયા બળવંતરાય હોલ સામે ઓટો પાર્ટસનો ધંધો કરતા વેપારી મુકેશકુમાર બાગરેચા શાહીબાગ ડફનાળા પાસે રહે છે કેટલાંક દિવસો અગાઉ રોજની ટેવ મુજબ વહેલી સવારે તે ચાલવા નીકળ્યા હતા એ સમયે સર્કીટ હાઉસ સામે ઓસવાલ ભવનની ગલીના કોર્નર પાસે તેમને બે પુરૂષ તથા એક સ્ત્રીએ રોક્યા હતા અને જય જીનેન્દ્ર કહી વાત કરતા એક શખ્સે પોતાનું નામ ઉદયરાજજી ભાટ તથા અન્યનું રમેશ ઉપરાંત સ્ત્રી રમેશની માતા હોવાનું જણાવ્યું હતું
ઉધ્યરાજે રમેશને ગંભીર અકસ્માતમાં માથામાં ઈજા થતાં તેનું ઓપરેશન કરાવવાનું છે તેવી વાત કરી હતી ઉપરાંત રમેશ તથા તેની માતા મજુર ગરીબ લોકો છે જેમને ઓપરેશન માટે રૂપિયાની સખત જરૂર હોઈ પોતાના પુશ્તૈની હિરા બજાર કરતા સસ્તા ભાવે વેચવાના છે તેવી વાત કરી હતી જાકે ત્યારે મુકેશભાઈ તેમને ના પાડી જતા રહયા હતાં.
બીજા દિવસે સવારે તે મો‹નગ વોકમાં નીકળ્યા ત્યારે ફરીવાર ત્રણેય તેમને મળ્યા હતા અને એજ વાત કરીને મુકેશભાઈને બે હિરા તપાસવા આપ્યા હતા. મુકેશભાઈએ હિરા લઈ તપાસ કરાવતા સાચા નીકળ્યા હતા ત્યારબાદ તે બહારગામ જતા રહયા હતા. જયાં ઉધ્યરાજે ફોન ઉપર તેમનો સંપર્ક કર્યો હતો. પરત ફરીને તેમણે ઉધ્યરાજને ફોન કરતા તેણે પોતાની પાસે આવા ર૦૦૦ નંગ હિરા હોવાનું જણાવ્યું હતું
રકઝકના અંતે મુકેશભાઈ સાડા બાર લાખ રૂપિયામાં ર૦૦ નંગ હિરા ખરીદવા તૈયાર થયા હતા મોટો નફો મેળવવાની લાલચમાં આવી ગયેલા મુકેશભાઈએ રાત્રે દશ વાગ્ય્ની આસપાસ ઓસવાલ ભવનની ગલીમાં રૂપિયા આપી હિરા મેળવ્યા હતા. જાકે બીજા દિવસે હિરાની તપાસ કરાવતા તમામ હિરા નકલી નીકળ્યા હતા. ઉધ્યરાજનો સંપર્ક કરતા મોબાઈલ ફોન બંધ આવ્યો હતો.
જેથી રૂપિયા કમાવવાની લાલચમાં સાડા બાર લાખ ગુમાવી મુકેશભાઈને પોતે છેતરપીંડીનો ભોગ બન્યા હોવાની જાણ થઈ હતી આ અંગે મુકેશભાઈએ શાહીબાગ પોલીસ સ્ટેશનમં ફરીયાદ નોંધાવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે અને વેપારી સાથે સાડા બાર લાખની ઠગાઈ કરનાર ગઠીયાઓને શોધવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.