અસાંજેની જેલમાં મૃત્યુ થઇ શકે છે: ૬૦ ડોકટરોએ પત્ર લખ્યો
લંડન, વિકીલીકસના સંસ્થાપક જુલિયન અસાંજેના આરોગ્યને લઇ ૬૦થી વધુ ડોકટરોએ ગૃહ સચિવ પ્રીતિ પટેલ અને બ્રિટનના ગૃહ મંત્રાલયને ૧૬ પાનાનો એક ખુલ્લો પત્ર લખ્યો છે.જુલિયન અસાંજેની નાજુક સ્થિતિને લઇ ચિંતા વ્યકત કરતાં તેમને બ્રિટનની જેલમાં મૃત્યુ થવાની આશંકા વ્યકત કરી છે.
અસાંજે જાસુસી અઘિનિધયમ હેઠળ દોષીત જણાયા હતાં આથી તેમને અમેરિકી જેલમાં ૧૭૫ વર્ષ વિતાવવા પડી શકે છે હાલ આરોપોમાં અમેરિકા પ્રત્યર્પિત કરવાની માંગની વિરૂધ્ધ કાનુની લડાઇ લડી રહ્યું છે. ચિકિત્સકોએ પત્રમાં લખ્યું છે કે અસાંજેને દક્ષિણ પૂર્વ લંડનના બેલમાર્શ જેલથી વિશ્વ વિદ્યાલય શિક્ષણ હોસ્પિટલમાં દાખલ કરાવવાની વિનંતી કરી છે.
એ યાદ રહે કે લંડનમાં ૨૧ ઓકટોબરે અસાંજેની અદાલતમાં હાજરી એક નવેમ્બરે જારી થયેલ નિલ્સ મેલ્જરના રિપોર્ટના આધાર પર ચિકિત્સક આ પરિણામ પર પહોંચ્યા છે.
આ સંદર્ભમાં સંયુકત રાષ્ટ્ર માનવાધિકારના સ્વતંત્ર નિષ્ણાંતે કહ્યું કે અસાંજેનું જે રીતે ઉત્પીડન કરવામાં આવી રહ્યું છે તે તેમના જીવન માટે ઘાતક થઇ શકે છે પત્રમાં ડોકટરોએ લખ્યું કે અમે ચિકિત્સક તરીકે આ પત્ર જુલિયન અસાંજેના શારીરિક અને માનસિક આરોગ્યની બાબતમાં અમારી ગંભીર ચિંતાઓને વ્યકત કરવા માટે લખ્યું છે આગળ તેમણે લખ્યું કે અસાંજેના શારીરિક અને માનસિક આરોગ્યને જાતા તેમણે તાત્કાલિક નિષ્ણાંત ચિકિત્સાની આવશ્યકતા છે.