અસાધારણ કૌશલ્ય દાખવવા બદલ ગુજરાત પોલીસનાં બે અધિકારીઓનું સમ્માન
આતંકવાદ, ઊગ્રવાદ, વિદ્રોહ કે રાષ્ટ્રદોહ જેવાં ક્ષેત્રોમાં વિશિષ્ટ કાર્ય માટે પદક એનાયત થયા
અમદાવાદ, તાજેતરમાં ગુજરાત પોલીસનાં બે અધિકારીઓનું “અસાધારણ આલુચના કૌશલ્યતા” પદકથી સન્માન કરવામાં આવ્યું છે. આ પદક ગત કેટલાંક વર્ષાેમાં જાહેર કરવામાં આવ્યો છે. એ પહેલાં સુધી દેશની સુરક્ષા માટે “નેમ લેસ, ફેસ લેસ” એટલે કે પોતાની ઓળખ છુપાવીને જવાનો કામ કરતાં હતાં. જેને કારણે તેમણે ઘણું મોટું કામ કર્યું હોવા છતાં તેમની કોઈ ઓળખ કે એપ્રીસીએશન મળતું નહતું. વર્ષ ૨૦૧૯માં ગૃહમંત્રાલયે આવાં જવાનો અને તેમની કામગીરીનું સન્માન કરવા માટે જ “અસાધારણ આલુચના કૌશલ્યતા” પદક આપવાની જાહેરાત કરી હતી. ત્યારથી દર વર્ષે ઈન્ટેલીજન્સ એજન્સી, સ્પેશીયલ બ્રાંચ, કેન્દ્રીય દળો અને પોલીસ ઉપરાંતની એજન્સીઓનાં અધિકારીઓ કે કર્મચારી જેમણે આતંકવાદ, ઉગ્રવાદ, વિદ્રોહ કે રાષ્ટ્રદોહ જેવાં ક્ષેત્રોમાં અસાધારણ કામ કરી આરોપીઓને પકડ્યા હોય કે કોઈ કાવતરું નિષ્ફળ બનાવ્યા હોય તેમને આપવામાં આવે છે.
વર્ષ ૨૦૨૧માં ગુજરાત એટીએસનાં પીઆઈ ચેતન જાદવ તથા સ્ટેટ ઈન્ટેલિજન્સનાં ઓફીસર બાબુલાલ લાલાતરને આ સન્માન રાજ્યનાં પોલીસવડા આશિષ ભાટીયાનાં હાથે આપવામાં આવ્યું હતું. આતંકવાદ વિરોધી દળ (એટીએસ)નાં પીઆઈ ચેતન જાદવે પોતાની શરૂઆત પીએસઆઈ તરીકે કરી હતી. મૂળ સાબરકાંઠા, પ્રાંતિજનાં રહેવાસી ચેતન ભણવામાં તેજસ્વી હતાં. તેમણે અમદાવાદની સ્કુલ ઓફ સાયન્સમાં જાેડાયા બાદ વૈજ્ઞાનિક બનવાની ઈચ્છા સાથે ફિઝીક્સમાં એમ.ફીલનો અભ્યાસ શરૂ કર્યાે હતો. દરમિયાન ફક્ત કુતુહલતાં ખાતર પોલીસ ભરતીમાં જાેડાયા. જેમાં પાસ થઈ જતાં રાજકોટ ગ્રામ્ય અને જીલ્લાનાં જુદાં જુદાં પોલીસ સ્ટેશનોમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી.
સારી કામગીરીને પગલે પીઆઈ તરીકે પ્રમોશન મેળવ્યા બાદ સુરતમાં બદલી કરવામાં આવી. દરમિયાન સાડા ત્રણ વર્ષની બાળકીના દુષ્કર્મ અને હત્યા કેસનાં આરોપીને ગણતરીની કલાકોમાં જ બિહારથી ઝડપી લીધો. કોર્ટે પુરાવાનાં આધારે હત્યારાને ફાંસીની સજાનો હુક્મ કર્યાે. ગુજરાતમાં આ કિસ્સો પ્રથમ રહ્યો છે જેમાં દુષ્કર્મ અને હત્યાનાં આરોપીને ફાંસીની સજાનો હુક્મ મળ્યો હોય. એ વખતે પીઆઈ ચેતન જાદવને સુરત પોલીસ કમિશનર સતીષ શર્માએ બેસ્ટ પોલીસ ઈન્સ્પેક્ટરનો એવોર્ડ આપ્યો હતો.
સુરતથી તેમની બદલી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ખાતે કરવામાં આવી હતી. બાદમાં સરદારનગર પોલીસ સ્ટેશનમાં ખૂબ જ સંવેદનશીલ ગણાતાં આ વિસ્તારમાં પણ ગુનેગારો પર તવાઈ લાવતાં તેમણે પાસાંનાં રેકોર્ડબ્રેક એક જ દિવસમાં પ્રોહીબીશનના ૧૦૯ કેસ કર્યા. જે એક રેકોર્ડ છે. તેમની કામગીરીને પગલે ગુજરાત એટીએસમાં તેમનો સમાવેશ થયો.
પોતાનાં પાવરફુલ નેટવર્કને કારણે તેમણે મુંબઈ, અમદાવાદની સિવિલ તથા કાલુપુર અને મહેસાણા બોમ્બ બ્લાસ્ટનાં આરોપીઓ ઉપરાંત અમેરીકન સેન્ટર પર ફાયરીંગ તથા પરેશ ભાસ્કર કેસનાં આરોપીઓને શોધીને ઝડપી લીધા હતા. વર્ષ ૨૦૧૫માં દહેગામ નજીક ડ્રગ કીંગ ગણાતાં વિક્કી ગોસ્વામીની એફીડ્રેન બનાવતી ફેક્ટરી પણ શોધી હતી. પીઆઈ જાદવે હાલ સુધીમાં ૨૭૨ કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો છે. ઉપરાંત ૨ કરોડ રૂપિયાનાં કિંમતની નકલી નોટો ઝડપીને આરોપીઓને જેલને હવાલે કર્યા છે.
ગુજરાતમાં એટીએસનાં ચીફ હિમાંશુ શુક્લા બાદ પીઆઈ ચેતન જાદવ તથા ઈન્ટેલીજન્સ ઓફીસર બાબુલાલ લાલાતરને આ એવોર્ડ મળ્યો છે.