Western Times News

Gujarati News

અસારવામાં પોલીસ કોન્સ્ટેબલનો જ પોલીસ ટીમ પર પથ્થરમારો

દબાણ હટાવવા ગયેલી મ્યુનિસિપલ અને પોલીસ ટીમની કામગીરીમાં વિક્ષેપ પડાવી પોલીસ કોન્સ્ટેબલે પથ્થરમારો કરી સ્થાનિક નાગરીકોને ઉશ્કેરતા તંગદીલી ફેલાઈ

અમદાવાદ: અમદાવાદ શહેરને વર્લ્ડ હેરીટેજ સીટીનું બિરુદ મળ્યા બાદ કોર્પાેરેશન દ્વારા વિકાસનાં કાર્યાે ઝડપથી કરવામાં આવી રહ્યાં છે. એ સંદર્ભે ચાલુ કાર્યાે ઝડપથી પૂર્ણ કરવાનાં ઉપરાંત ટીપી સ્કીમનો અમલ કરાવતાં ગેરકાયદેસર રીતે થયેલાં વર્ષાે જૂનાં બાંધકામો દૂર કરવાની કામગીરી પૂરજાશમાં ચાલું છે. જેનાં પગલે રોજેરોજ અમદાવાદનાં કોઈને કોઈ વિસ્તારોમાં દબાણ હટાવવાની કાર્યવાહી ચાલી રહી છે.

આવી કામગીરી દરમિયાન પોલીસને સાથે રાખવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનનાં કર્મચારીઓ ઉપરાંત અધિકારીઓ સ્થાનિક નાગરીકો સાથે સંઘર્ષમાં ઊતરવાનાં બનાવો વારંવાર સામે આવી રહ્યાં છે. અવાર આવી અથડામણો ક્યારેક હિંસક બનતાં પોલીસે કડક પગલાં લેવાની પણ ફરજ પડી હતી.

આ સ્થિતિમાં  ગઈકાલે અસારવા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવા ગયેલી કોર્પાેરેશનની ટીમ અને પોલીસ ઉપર દરીયાપુર પોલીસ સ્ટેશનનાં એક કોન્સ્ટેબલે જ પથ્થરમારો કરતાં ચકચાર મચી છે. આ કોન્સ્ટેબલે પોતાનાં કપડાં ઊતાર્યા બાદ ચાલીનાં અન્ય રહીશોને પણ ઊશ્કેર્યા બાદ કેટલાંય કલાકા સુધી સરકારી કામમાં વિક્ષેપ પાડ્યો હતો. પથ્થરમારો કરતાં થોડાં સમય માટે માહોલમાં તંગદીલી પ્રસરી હતી. જાકે બાદમાં પોલીસે બળપ્રયોગ કરી મામલો સંભાળી લીધો હતો.

મંગળવાર બપોરે એક વાગ્યાની આસપાસ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ટીમ શાહીબાગ પોલીસને સાથે રાખીને ચમનપુરા તથા સિવિલ હોસ્પિટલ  રોડની આસપાસનાં દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. એ વખતે દબાણ હટાવવા માટે ટીમ કડીયાની ચાલી ખાતે પહોંચતાં જ રહીશોનાં ટોળેટોળાં ઘરની બહાર નીકળી આવ્યા હતાં.

સરકારી તંત્ર રહીશોને સમજાવવામાં વ્યસ્ત હતું એ સમયે જ અચાનક એક વ્યક્તિ  પોલીસ યુનિફોર્મમાં પૂરઝડપે બાઈક ચલાવીને આવ્યો
હતો. જેણે અચાનક બ્રેક મારતાં બાઈક સ્લીપ થઈ ગયું હતું. બાદમાં ખાખી વર્દી ઘાટી શખ્સે દબાણ ટીમને કેમ મારા ઘર આગળનો સામાન ભરેલ છે ?તેમ કહીને ધક્કા મુક્કી કરી હતી અને અચાનક જ રસ્તા પરથી પથ્થરો ઉઠાવીને કોર્પાેરેશનની ટીમ તથા હાજર પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યાે હતો. જેનાં પગલે તમામ લોકો ગભરાઈ ગયા હતા.

આ દરમિયાન રાકેશ પુનમભાઈ પટણી નામનાં આ શખ્સે પોતાનો શર્ટ ઊતાર્યા બાદ પગમાંથી બુટ કાઢી પણ છૂટો માર્યાે હતો. અને ત્યાં હાજર ચાલીનાં રહીશોને ઊશ્કેર્યા બાદ ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જેથી વાતાવરણ તંગદીલીભર્યું બની જતાં બધાનાં જીવ તાળવે ચોંટ્યા હતા. જાકે હાજર પોલીસે વચ્ચે પડીને મામલો શાંત પડ્યો હતો.

બાદમાં પોલીસ યુનિફોર્મ પહેરેલાં આ શખ્સની અટક કરીને તેની પૂછપરછ કરતાં તે રાકેશ પુનમભાઈ પટણી હોવાનું બહાર આવ્યું હતું. રાકેશ દરીયાપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાનું જાણતાં જ કોર્પાેરેશનનાં કર્મચારી તથા પોલીસ સ્ટાફ પણ ચોંક્યો હતો. આ ઘટના બાદ રાકેશ પટણી સામે સરકારી કાર્યવાહીમાં રુકાવટ ઊભી કરવા ઊપરાંત જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવા સહિતનાં ગુના નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે.

એક પોલીસ કર્મચારીએ જ કોર્પાેરેશનની કાર્યવાહી દરમિયાન પથ્થરમારો કરવાની ઘટના ધ્યાને આવતાં ઊચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા છે. અત્રે નોંધનીય છે કે શહેરભરમાં ચાલતી દબાણની કાર્યવાહી દરમિયાન સામાન્ય નાગરીકોનાં રોષનો ભોગ સરકારી કર્મીઓ બનતાં હોય છે. જેમનાં રક્ષણ માટે તેઓ પોતાની સાથે પોલીસ તંત્રનો સ્ટાફ સાથે રાખતાં હોય છે. જાકે ગઈકાલે પોલીસની આખી ટીમ સાથે હોવા છતાં અન્ય પોલીસ કર્મીએ ગેરવર્તન કરતાં ચર્ચાઓ જાગી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.