અસારવામાં મોડી રાત્રે જૂથ અથડામણ
પચીસથી વધુનાં ટોળાએ સશસ્ત્ર હુમલા બાદ લુંટ ચલાવીઃ શાહીબાગ પોલીસ દ્વારા આજે ધરપકડની કાર્યવાહીઃ કેટલાક લોકો ઘાયલ |
અમદાવાદ : અમદાવાદ શહેરમાં અસારવા તથા મેઘાણણીનગર વિસ્તારમા આવેલી ચાલીઓમા અવારનવાર જૂથ અથડામણની ઘટનાઓ બને છે નાની નાની બાબતોએ અદાવતો રાખીને અકેબીજા ઉપર સશખ્શ હુમલો કરવાના બનાવના છાશવારે પોલીસના ચોપડે નોધાય છે.
સંવેદનશીલતાને કારણે પોલીસની ડીસીઆર વાનો પણ સતત પેટ્રોલિગ કરતી રહે છે તેમ છતા આ વિસ્તારમાં તલવારો અને બેઝબોલ તથા અન્ય હિંસક હથિયારો વડે હુમલો કરવાની ઘટનાઓ એકાંતરે બનતી જ રેહ છે ગઈકાલે રાત્રે પણ આગઉની અદાવતમા બે જુથ વચ્ચે અથડામણ થતા તલવારો અને લોખંડની પાઈપો ઉડતા પાચથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને દવાખાનામા ખસેડવામાં આવ્યા હતા.
મોડી રાત્રે થયેલી આ બબાલમા કેટલાક શખ્શો ફરાર થઈ જતા પોલીસ આજે તેમની ધરપકડ કરી કાર્યવાહી આરભ છે અસારવા બ્રીજ નીચે કુબેરપુરા ભીલવાસમા રહેતા અને અભ્યાસ કરતા આકાશ મુકેસભાઈ રાણાએે શાહીબાગ પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોધાવી હતી કે ગતરાત્રે જમ્યા બાદ પોતે દાદી તથા કાકા કાકી સાથે ઘરની બહાર ઉભો હતો એ સમયે સાડા દસ વાગ્યાની આસપાસ કનક લલ્લુભાઈ નામનો શખસ પચીસથી વધુ લોકોના ટોળાને લઈ હાથમા તલવારો પાઈપો સાથે આવી ચડ્યો હતો.
જૂની અદાવતમાં કરસનભાઈ નામના વ્યક્તિ ઉપર બધાએ જાનલેવા હુમલો કરતાં તલવાર અને પાઈપોના ઘા માર્યા હતા અને બાજુમાં ઉભેલાં આકાશ તતા તેના પરીવાર જનો ઉપરાંત અન્ય લોક ઉપર પણ હુમલો કરતા તલવારનાં ઘા વાગતા લોહીલુહાણ થતા હતા પચીસથીવ ધુ લોકોનાં ટોળાએ ભીલવાસમા હુમલો કરતાં સમગ્ર વાતાવરણમા તંગદીલી ફેલાઈ ગઈ હતી.
લોકોમાં નાસભાગ મચી ગઈ હતી હુમલો કર્યા બાદ ટોળામાંથી કેટલાંક શખ્શોએ લુંટ ફણણ ચલાવી હતી મારામારી દરમિયાન કનક પ્રતાપ અને વિશાલના ઈસમોએ અકાશનાં ખિસ્સામાંથી ૩ હજારની રોકડ અને મોબાઈળ ફોન લુટયા હતા જ્યારે આકાશમાં કાકીએ પહેરેલો ત્રીસ હજારની કિમતનો સોનાનો દોરો પણ તોડાયો હતો.
હમલાખોર એટલા હિંસક બની ગયા હતા કે સ્થળ પર હાજર આકાશના વૃદ્ધ દાદીને પણ માથામાં લોખંડની પાઈપોના ફટકા મારી દેતા તે લોહીલુહાણ હાલતમા બેભાન થઈ ઢલી પડ્યા હતા કેટલાક સમય સુધી હુમલાખોરએ સમગ્ર વિસ્તારને બાનમા લઈ આતંક મચાવ્યો હતો આ દરમિયાન કોઈએ કંટ્રોલ રૂમને જાણ કરતા પોલીસની કેટલીય ગાડીઓનાં ધાડેધાડા અસારવા બ્રીજ નીચે આવી પહોંચ્યા હતા.
જ્યારે પોલીસને જાઈને હુમલાખોર શખ્સો ભાગી છુટ્યા હતા પોલીસે આવીને તમામ લોકોને છુટા પાડ્યા હતા જ્યારે ૧૦૮ને જાણણ કરતાં તલવાર અને પાઈપોનાં હુમલામાં ઘાયલ થયેલા કેટલાંય લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા હુમલાખોર શખ્સોએ મહીલાઓને પણ મારતા તેમને પણ સિવિલમાં સારવાર લેવાની પરજ પડી છે કેટલાંક સામાન્ય તો અન્ય કેટલાંક ગંભીર ઈજાઓ થઈ હોવાનુ બહાર આવ્યુ છે સુત્રોના જણાવ્યા અનુસાર એક વ્યક્તિ ખુબ જ ગંભીર હાલતમા હોવાથી તે ડોક્ટરની દેખરેખ હેઠળ છે.
બીજી તરફ હુમલો કરીને ફરાર થઈ ગયેલા પચીસથી વધુ હુમલાખોરોને ઝડપી લેવા માટે પોલીસ આજે સઘન કાર્યવાહી કરવા આવશે. ઉલ્લેખનીય છે કે અસારવા તથા નજીકના અન્ય વિસ્તારોમાં ચાલીઓમા અવારનવાર જૂથ અથડામણો થતી જ રહે છે ગઈકાલે રાત્રે બનેલી ઘટના બાદ મધરાત્રે ઉચ્ચ અધિકારીઓ સહીત પોલીસના ઘોડેઘાડ ઉતરી આવ્યા હતા અને વદુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાતભર પોલીસે પેટ્રોલીંગ ચાલુ હતુ.