Western Times News

Gujarati News

અસારવા વોર્ડના ધનવંતરી રથે છેલ્લા ચાર દિવસમાં ૪૦૦થી વધારે દર્દીઓને તબીબી સારવાર પૂરી પાડી

GVK ઈએમઆરઆઈ ૧૦૮ દ્વારા અમલીકૃત ધન્વંતરીરથ લોકોને આરોગ્યપ્રદ સેવાઓ આપવા માટે ઉપલબ્ધ છે. આ મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારમાં પ્રાથમિક તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતિમાં સામાન્ય સંજોગોમાં લોકો હોસ્પિટલમાં સારવાર લેવાનું ટાળે છે ત્યારે આ આરોગ્યરથ તેમની સુખાકારીમાં વધારો કરી રહ્યુ છે. ઉક્ત ધન્વંતરી રથમાં એક ડોક્ટર એક લેબઆસિસ્ટન્ટ એક ફાર્માસિસ્ટ સાથે ના પાંચ જણાનો સ્ટાફ દર્દીઓની સારવારમાં કાર્યરત હોય છે.

કોરોનાની પરિસ્થિતિઓ વચ્ચે સામાન્ય દર્દીઓમાં શરીરમાં દુખાવો થવો, તાવ આવવો, પેટમાં બળતરા થવાની સાથે સાથે દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ સાથેની સારવાર ધનવંતરી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

આસારવા વોર્ડમાં કાર્યરત એક મોબાઈલ યુનિટની વિગતો જોઈએ તો  છેલ્લા ચાર દિવસમાં, ૪૦૦ થી વધુ દર્દીઓની પ્રાથમિક સારવાર કરીને તેઓની સારવાર હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં હોમ ગાર્ડ તરીકે ફરજ બજાવતા કલાપીનગરના શૈલેષભાઈ મકવાણા સ્વાનુભવો વર્ણવતા કહે છે કે શરીરમાં દુખાવો થતાં અને અશક્તિ જેવું લાગતા હું ધન્વંતરી રથમાં પ્રાથમિક તપાસ માટે આવી પહોંચ્યો.અહીંથી આપવામાં આવેલી સલાહ મુજબ સારવાર સાથે આયુર્વેદિક ગોળીઓ પણ લીધી બાદ હાલ  શરીરનો દુખાવો ખૂબ જ ઓછો થયો છે તેમજ શરીરમાં નવીન ઊર્જાનું સર્જન થયું હોય તેવું પણ ભાસી રહ્યું છે. સરકાર દ્વારા જનસુખાકારી માટે કાર્યરત ધનવંતરી રથ ઘણા લોકોને આરોગ્યપ્રદ રાખવા માટે મદદરૂપ બની રહ્યું છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.