Western Times News

Gujarati News

અસ્થિર મગજનો મ.પ્ર.નો ગુમ શખ્સ પાક.થી પાછો ફર્યો

ભોપાલ: ૨૦૧૭માં મધ્યપ્રદેશ સ્થિત પોતાના ગામમાંથી ભેદી સંજાેગોમાં ગુમ થયેલો વ્યક્તિ પાકિસ્તાનની જેલમાં રહ્યા બાદ ભારત પરત ફર્યો છે. આ ઘટના એમપીના દામોહ જિલ્લાની છે. ગુમ થનારો વ્યક્તિ પાતિ શિશપુર ગામનો વતની છે, જેનું નામ બારીલાલ ઉર્ફે દારીલાલ હોવાનું બહાર આવ્યું છે. બારીલાલના ગુમ થવાની ફરિયાદમાં જણાવાયું હતું કે તે અસ્થિર મગજનો છે.

જાેકે, તે પાકિસ્તાન કઈ રીતે પહોંચી ગયો તે પ્રશ્ન પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓને પણ હેરાન કરી રહ્યો છે.
દામોહ જિલ્લાના એસપી ડી.આર. તેનીવારે જણાવ્યું હતું કે પાકિસ્તાને અટ્ટારી બોર્ડર પર તેની કસ્ટડી ભારતને સોંપી હતી. પાકિસ્તાનની જેલમાં ૨૦ મહિના વિતાવી પરત ફરેલા બારીલાલને એટલું જ યાદ છે કે તેને એક કંપનીએ મજૂર તરીકે નોકરીએ રાખ્યો હતો અને તેને એક ટ્રેનમાં બેસાડ્યો હતો. જેનાથી તે પાકિસ્તાન પહોંચ્યો હતો.

મીડિયા સાથે વાત કરતા બારીલાલે જણાવ્યું હતું કે પાકિસ્તાનના પોલીસ અધિકારીઓએ તેને માર્યો હતો, પરંતુ જમવાનું સારું આપતા હતા. તેણે એમ પણ કહ્યું હતું કે તેને ભારત અને પાકિસ્તાનમાં કોઈ ફરક ના લાગ્યો. બીજી તરફ, આ પ્રકારના ઉપરાછાપરી બનેલા બનાવો સામે આવતા ક્રોસ-બોર્ડર ઓર્ગન ટ્રાફિકિંગ માટે બારીલાલ જેવા લોકોનો ઉપયોગ કરાય છે કે કેમ તે શંકા પણ ઉદ્ભવી રહી છે.

બારીલાલ મધ્યપ્રદેશનો છઠ્ઠો એવો વ્યક્તિ છે કે જે ગુમ થયા બાદ પાકિસ્તાનની જેલમાં હોવાનું બહાર આવ્યું હોય. એટલું જ નહીં, તેના પહેલા જે લોકો આ રીતે ગુમ થયા હતા તે પણ બારીલાલની માફક જ અસ્થિર મગજના અને ગરીબ પરિવારના હતા. આવા લોકોને જ ઓર્ગન ટ્રાફિકિંગ માટે ટાર્ગેટ કરાતા હોવાની શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.