“અહીં કોઈ “કાયદો” નથી એ “કાયદા” સિવાય બીજો કોઈ કાયદો નથી”!!

સાબરમતીમાં તથા અમદાવાદ શહેરની ખારીકટ કેનાલમાં પણ કેમિકલયુકત ગંદુ પાણી છોડનારા તત્વોને છાવરનારાઓ નો હવે પર્દાફાશ સાથે સજા થવાની સંભાવના નો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો?!
ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ શ્રી જે.બી પારડીવાલા અને જસ્ટિસ શ્રીમતી વૈભવીબેન ની ખંડપીઠ નું અવલોકન એક એક જવાબદારો ના કાન આમળ્યા બાદ જ પ્રદૂષિત કેમિકલ છોડવાના દુસ્સાહસ ના પ્રશ્નોનો ઉકેલ આવશે!!
તસવીર ગુજરાત હાઇકોર્ટ ની છે જ્યારે ઈનસેટ તસવીર ડાબી બાજુથી જસ્ટિસ જે.બી.પારડીવાલાની અને જસ્ટિસ શ્રીમતી વૈભવીબેન નાણાવટી ની છે ગુજરાતની જનતાના આરોગ્યની ચિંતા સાથે દાખલ કરાયેલી ‘સુઓમોટો પિટિશન’ પર સુનાવણી હાથ ધરતા સદરહુ ખંડપીઠે એવી અત્યંત ગંભીર ટકોર કરી હતી કે
સાબરમતી નદીમાં બેફામ અને ગેરકાયદેસર રીતે કેમિકલ છોડવાનું દુસ્સાહસ કરનારાઓને ઉચ્ચકક્ષા થી બચાવાતા ના હોય તો આવું જ દુસ્સાહસ કરે ખરા?! અને ખંડપીઠે વધુમાં માર્મિક ટકોર કરતા એવું પણ અવલોકન કરેલ છે કે ‘‘હવે આ પ્રશ્નનું નિરાકરણ સુપ્રીમ કોર્ટના આદેશો ટાકિને નહીં આવે એક એક જવાબદારોના કાના આમળ્યા બાદ જ પ્રશ્નનું નિરાકરણ આવશે’’!! અદાલતે એ મુદ્દાની પણ નોંધ લીધી છે કે
સુએજ પ્લાન્ટ અપગ્રેડેશનની જરૂર છે કારણ કે ઔદ્યોગિક કેમિકલ ની અનઅધિકૃત કનેક્શન લીધે પ્લાન્ટની કાર્યક્ષમતા બગડી છે!! આ સંદર્ભે જી.પી.સી.બી. એ જણાવ્યું છે કે તે હવે પછીની સુનાવણીમાં યોગ્ય પ્રત્યુત્તર રજૂ કરશે!! જસ્ટિસ જે.બી.પારડીવાલાની અને શ્રીમતી વૈભવીબેન નાણાવટી કેમિકલ છોડનારા તત્વોને આડે હાથે લેતા ખંડપીઠે એવી ટકોર કરી હતી કે ‘‘તેમના ઘરો આ વિસ્તારમાં નહીં હોય એટલે બધાને ‘નરક’માં ધકેલી રહ્યા છે’’!!
ખારીકટ કેનાલમાં અને સાબરમતી નદીમાં વર્ષોથી ગંદકી ફેલાવવામાં આવે છે! કોર્પોરેશનના અધિકારીઓ અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવાની અને પ્રથમ કક્ષાનું શહેર બનાવવાની સુફિયાણી વાતો કરે છે અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સ્વચ્છતા અભિયાનના સમર્થક હોવાનો ડોળ કરતા તમામ નેતાઓ અને અધિકારીઓ ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠ ની આકરી ટકોર સાથે આકરાં પગલાં લેવાનો સંકેત આપીને વણઉકેલાયો પ્રશ્ન ઉકેલવાની દિશામાં ઐતિહાસિક જવાબદારી હાથ ધરી હોવાનો મુદ્દો અમદાવાદમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે
ત્યારે હવે ગુજરાત સરકારના સબધિત અધિકારીઓ અને અમદાવાદ શહેરના મ્યુ.કમિશનર આ સંદર્ભે કેવા સક્ષમ પગલાં લે છે એ જોવાનું રહે છે અમેરિકાના વૈજ્ઞાનિક જ્હોન વ્હીલરે કહ્યું છે કે ‘‘અહી કોઈ ‘કાયદો’ નથી એ ‘કાયદા’ સિવાય બીજો કોઈ કાયદો નથી’’!! તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા
અમેરિકન ઇજનેર અને ઇલેક્ટ્રિકસ્ટાર્ટર ના સર્જન વૈજ્ઞાનિક ચાલ્સ એફ કેટરિંગે સરસ કહ્યું છે કે ‘‘જો તમે આખો દિવસ ગઈકાલ વિશે જ વિચારતા રહેશો તો ‘બહેતર આવતીકાલ’ ક્યારેય નથી આવવાની’’!! જ્યારે બ્રિટિશ વૈજ્ઞાનિક થોમસ હેનરી હકસેલે કહ્યું છે કે ‘‘કોણ સાચું છે એ નહીં ‘સાચું શું’ એ વધુ મહત્વનું છે’’!!
અમદાવાદ શહેરમાં આવેલી ખારી કેનાલમાં તેમજ અમદાવાદ શહેરની સાબરમતી નદીમાં પ્રદૂષિત કેમિકલ્સ ઠાલવવાનું કૌભાંડ વર્ષોથી ચાલતી હોવાનું મનાય છે અને લોકોના આરોગ્ય સાથે અભૂતપૂર્વ ચેડા થાય છે પરંતુ ના તો મ્યુ કોર્પોરેશનના સત્તાધીશોએ આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે
ના તો ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે લીધો છે! ત્યારે અંતે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી જે.બી.પારડીવાલા તથા જસ્ટિસ શ્રીમતી વૈશાલીબેન નાણાવટી ની ખંડપીઠે અત્યંત ગંભીર ટકોર કરી છે કે ‘‘એક એક જવાબદાર ના કાન આમળ્યા પછી જ પ્રશ્નનું નિરાકરણ આવશે’’!!