Western Times News

Gujarati News

અહીં વિકાસ સારો કરજો આ ગામ મારું સાસરું છે: નવા મુખ્યમંત્રીએ અધિકારીઓને કહ્યું

મહેસાણા, ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યાં છે. ત્યારે તેમનો રમૂજી સ્વભાવ સામે આવી રહ્યો છે. મહેસાણામાં આજે મુખ્યમંત્રીએ અધિકારીઓને મોજીલા અંદાજમાં ટકોર કરી હતી. સાલડી ગામમાં સન્માન સમારોહમાં તેમણે કહ્યું, અહીં વિકાસ સારો કરજાે આ ગામ મારું સાસરું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાલડી ગામની મુલાકાત આજે મુલાકાત કરી હતી. સાલડી ગામમાં સન્માન સમારોહ બાદ ભુપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના અધિકારીઓને હળવી ટકોર કરી હતી. તેમણે કહ્યુ હતું કે, અહી વિકાસ બરાબર કરજાે. આ ગામ મારુ સાસરું છે. ધર્મનો માર્ગ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ છે. જે વ્યક્તિ ધર્મના રસ્તે ચાલે છે, તે ખૂબ આગળ જાય છે. આપણી ભાષા તો પટેલની. ઘણી વાર ગામડામાં સાંભળવા મળે કે જવા દે ને, કરોડપતિ છે પણ છૂટતું નથી. પાચીયું ય છૂટે નહીં એવા લોકો માટે મને થાય કે પૈસા ભેગા કરીને કરશે શું.

ગઈકાલે ભરૂચમાં યોજાયેલા ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ કાર્યક્રમાં તેમણે કહ્યુ હતું કે, નવા મંત્રીમંડળમાં નવા આવ્યા હોય એટલે ઉત્સાહ હોય. ધીરે ધીમે આજુબાજુથી લાફા પડે તેમ કામ ઉતરતુ જાય. પણ મને વિશ્વાસ છે કે તમે મને લાફો નહિ મારો, પણ શીખવાડશો કે આવુ કરવુ જાેઈએ. સારુ કામ થશે તેવો મારો વિશ્વાસ છે.

મારા પહેલાના મિત્રોએ ગુજરાતને એક લેવલ પર પહોંચાડ્યુ છે. હવે ગાંધીનગરને પણ આપણે જીત્યુ છે. અમારી હજી શરૂઆત છે. જ્યારે જ્યારે કોરોનામાં ભાઈ ભાઈની સાથે ઉભો ન રહે, માતાપિતા દીકરા સાથે ઉભા ન રહે, પતિ પત્ની સાથે ઉભો ન રહ્યો, પણ ભાજપનો કાર્યકર્તા લોકોના સુખ સાથે સુખી થયો છે અને લોકોના દુખ સાથે દુખી થયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.