અહેમદ પટેલના જન્મદિનની સાદાઈથી ઉજવણી કરાઈ
માસ્ક અને ઉકાળાનું વિતરણ સહીત નારી સરંક્ષણ કેન્દ્રના બાળકોને બેગ તથા ફૂડ પેકેટનું વિતરણ કરાયું.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લા ના પનોતા પુત્ર અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના જન્મદિનની ઉજવણી કોરોનાની મહામારી ના પગલે સાદગાઈ પૂર્વક કરવામાં હતી.જેમાં ઉકાળો તથા માસ્ક વિતરણ તેમજ નારી કેન્દ્રના બાળકોને બેગ સહીત ફૂડ પેકેટનું વિતરણ કરી અહેમદ પટેલના લાંબા આયુષ્ય ની પ્રાર્થનાઓ કરાઈ હતી.
રાજ્યસભા ના સાંસદ અને સોનિયા ગાંધી ના સલાહકાર અને ભરૂચ જીલ્લા ના પનોતા પુત્ર અહેમદ પટેલના જન્મદિન નિમિત્તે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓના જન્મદિનની ઉજવણી હાલ માં ચાલી રહેલી કોરોનાની મહામારી ના પગલે સાદગાઈ પૂવર્ક કરવામાં આવી હતી.જેમાં ભરૂચ ના સ્ટેશન સ્થતિ ડૉ.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફુલહાર કરી કોરોના પ્રતિરોધક ઉકાળાનું તથા વાહન ચાલકો અને રાહદારીઓને માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.તો બીજી બાજુ કોંગ્રેસી હોદ્દેદારોએ નારી સરંક્ષણ કેન્દ્રના બાળકોને બેગ સહીત ફૂડ પેકેટો નું વિતરણ કરી અહેમદ પટેલ ના જન્મદિન ની સાદગાઈ પૂર્વક ઉજવણી કરી હતી.
આ પ્રસંગે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,પ્રવક્તા નાઝુભાઈ ફડવાલા,જીલ્લા પંચાયત પ્રમુખ જશુબેન પઢીયાર,શહેર પ્રમુખ વિક્કી સોખી,ભરૂચ મહિલા પ્રમુખ જ્યોતિ તડવી,પાલિકા ના દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહીત ના કોંગ્રેસી હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા.